Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશભરમાં એકસમાન વ્હીકલ રજિસ્ટ્રેશન ટેક્સ, શહેર બદલવા પર ફરી પૈસા ભરવા નહીં પડે

સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય વાહનોની ખરીદી પ્રક્રિયાને સરળ બનાવવાની દરખાસ્ત પર કામ કરી રહ્યાં છે. આ હેઠળ, વાહનોને એક રાજ્યમાંથી ખરીદનારને ફરી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે અને વાહનની નંબર પ્લેટ પણ નહીં બદલાવવી પડે. આ ઉપરાંત, દેશભરમાં એકસમાન રજિસ્ટ્રેશન ટેક્સ લાગુ કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે.
મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ, દેશભરમાં સમાન કર અમલમાં મૂકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ હેઠળ, ૧૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતના વાહન પર ૮ ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. ૧૦થી ૨૦ લાખના વાહન પર ૧૦ ટકા ટેક્સ, ૨૦ લાખથી વધુ મોંઘા વાહન પર ૧૨ ટકા ટેક્સ લાગી શકે છે. આ દરખાસ્ત હજુ પ્રારંભિક તબક્કામાં છે, જેને લઇને મંત્રાલયો વચ્ચે મંત્રણા ચાલી રહી છે.
રાજ્ય પરિવહન મંત્રાલયે રાજ્યો વચ્ચે એક સમાન રજિસ્ટ્રેશન ટેક્સ લાગુ કરવાના કિસ્સામાં રાજ્ય સરકારોને પત્ર લખી સૂચનો માગ્યાં છે. વર્તમાન પ્રવાહ જોઇએ તો એ રાજ્યોમાં વધુ કારનું વેચાણ થાય છે, જ્યાં ટેક્સ ઓછો છે. તેનાથી કાર અને અન્ય વ્હીક્લ ગ્રાહકોને સસ્તાં પડે છે.
વર્તમાન સમયમાં જો વાહનને એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ કરવામાં આવે તો માલિકે વાહન રિ-રજિસ્ટર્ડ કરાવવું પડે છે. આ સાથે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ આરટીઓમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે છે, જ્યાં વાહનનું રજિસ્ટ્રેશન થાય છે. આ ઉપરાંત ફરીથી ટેક્સ પણ ચૂકવવો પડે છે. આ સાથે નવો નંબર આપવામાં આવે છે. દરેક રાજ્ય અને પ્રદેશ પાસે તેનો પોતાનો વાહન નંબર હોય છે. ઉદાહરણ તરીકે, દિલ્હીનો નંબર ડીએલ સાથે શરૂ થાય છે, જ્યારે ઉત્તર પ્રદેશનો નંબર યુપી સાથે શરૂ થાય છે.

Related posts

કાર્તિ ચિદમ્બરમને રૂ.૧૦ કરોડ જમા કરાવી વિદેશ જવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

aapnugujarat

IT ડિપાર્ટમેન્ટે ઓછી આવક દેખાડવાના કેસમાં એક લાખથી વધુ લોકોને નૉટિસ ફટકારી

aapnugujarat

લોકસભા ચુંટણી : ત્રીજા ચરણના પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1