Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં તમામ અભ્યારણમાં પ્લાસ્ટિક લઇ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

દેશ અને દુનિયામાં પર્યાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઘાતક સ્તરે છે, આ માટે વિવિધ અભિયાનો અને કાયદાઓ અમલમાં છે, તેમ છતા પ્રદુષણ ઓછું થતું નથી. પ્રદુષણ ફેલાવતી વસ્તુઓમાં પ્લાસ્ટિકનો મહત્વનો ફાળો છે. પ્લાસ્ટિક કદી નાશ ન પામતી વસ્તુ છે, જેના કારણે પ્રદુષણમાં વધારો થાય છે, આ કારણે રાજ્ય સરકારે ગુજરાતમાં આવેલા તમામ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્લાસ્ટિક લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.રાજ્યમાં હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, લોકો પોતાના બાળકો સાથે ફરવા લાયક સ્થળો પર ઉમટી પડે છે, ખાસ કરીને રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણમાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે. આ ટૂરિસ્ટ પોતાની સાથે પ્લાસ્ટિકની થેલીમાં વસ્તુઓ લઇને આવતા હોય છે, લોકો પ્લાસ્ટિક બેગથી લઇને પાણીની બોટલ સહિતની ચીજવસ્તુઓ ગમે ત્યાં ફેકતા હોવાને કારણે પર્યાવરણની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થાય છે.આવા સંજોગોને નિવારવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના તમામ અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પર પ્લાસ્ટિક ચીજવસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઇ વ્યક્તિ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તો તેની સાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ગ્લોબલ વોર્મિંગનું નિરાકરણ વૃક્ષોનું જતન : મંત્રી ઈશ્વરભાઈ પરમાર

editor

आतंकी खतरे के बीच अमरनाथ यात्रियों का पहला जत्था रवाना

aapnugujarat

બીજેપી નેતા સુષ્મા સ્વરાજનાં નિધન પર પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ દુઃખ વ્યક્ત કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1