Aapnu Gujarat
ગુજરાત

ચોકીદારની હત્યા કરી ચોર લાખો રૂપિયાની કેરી ચોરી ગયાં

કેરીનું આંબાવાડિયું પણ મોતનું કારણ બની શકે છે એવો બનાવ સૂરતમાં બન્યો હતો. પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આ ઘટના બની છે જેમાં આંબાવાડીની રખવાળી કરતાં ચોકીદારની હત્યા કરીને રુપિયા બે લાખના મૂલ્યની કેરીની ચોરી કરવામાં આવી છે.ઘટનાની વિગત એવી છે કે સૂરતના પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આબાવાડીની રખેવાળી કરતા ચોકીદારની ઘાતકી હત્યા થઇ હોવાની ઘટના બની છે. ચોકીદારનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો છે. હત્યારા આંબાવાડીમાંથી ઉતારેલી ૨ લાખથી વધુની કેરીની લૂંટ પણ કરી ગયા હોવાનું પોલિસ ચોપડે નોંધાયું છે. બનાવ અંગે પોલેસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આંબાવાડીની સુરેન્દ્ર નામનો વ્યક્તિ ચોકીદારી કરતો હતો.
સુરેન્દ્ર રાત્રે આંબાવાડીની રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક લૂંટારુઓ ખેતરમાં આવ્યાં હતાં અને સુરેન્દ્રની હત્યા કરીને તેને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો.જણાવાયાં પ્રમાણે લૂંટારુઓએ આંબાવાડીમાંથી ઉતારેલી બે લાખ રુપિયાના મૂલ્યની કેરીઓની પણ લૂંટ ચલાવી હતી.બનાવની જાણ તતાં વિસ્તારના આંબાવાડિયાઓના માલિકો અને ચોકીદારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.આ અંગે જાણ થતાં પોલિસં ઘટનાસ્થળે પહોંચીને ચોકીદાર સુરેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

પાંચ હજારથી ઓછા મતોથી જીતેલાં ૨૦ સભ્ય સામે રિટ

aapnugujarat

તસ્કરો એટીમ ઉઠાવી જતાં ચકચાર

aapnugujarat

ભાજપ વિરૂદ્ધ ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી દેખાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1