Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ અપ

શેરબજારમાં આજે ઉથલપાથલના અંતે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૦ પોઇન્ટ ઉછળીને ૩૯૧૧૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૮ની સપાટીએ રહ્યો હતો.
બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઉથલપાથલના કારોબાર વચ્ચે આજના સેશનમાં તેજી રહી હતી. રોકાણકારો લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ પહેલા સાવધાન બનેલા છે.
ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ ૩૯૨૪૯ની સપાટીએ રહ્યો હતો. ઇન્ડિયા વાયએક્સના શેરમાં પણ ઉથલપાથલ રહી હતી. આજે કારોબાર દરમિયાન ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો, સન ફાર્માના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. સેંસેક્સમાં ૩૦ શેર પૈકી ૨૫ શેરમાં તેજી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ લેવાલીની તરફેણમાં રહી હતી. આશરે ૯૬૯ શેરમાં તેજી અને ૭૭૦ શેરમાં મંદી જામી હતી. નિફ્ટી પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
૧૧ નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સ પૈકી માત્ર ત્રણ જ નકારાત્મક માહોલમાં રહ્યા હતા. નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં સૌથી વધુ ૦.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી બેંકમાં ૦.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૪ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૬૭૨ નોંધાઈ હતી. બીએસઈ સ્મોલકેપમાં ૭૭ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૩૬૯ રહી હતી. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં શરૂઆતી કારોબારમાં આજે ૧૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.
નવેસરથી પબ્લિક ડિપોઝિટ સ્વીકારવા નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીએ બંધ કરી દીધું છે ત્યારે આ અફડાતફડી રહી છે. જેટ એરવેઝના શેરમાં આજેજોરદાર વોલ્યુમ વચ્ચે ઉછાળો રહ્યો હતો. જેટ એરવેઝને પુનઃ સજીવન કરવા માટે નવી આશા જાગી છે. ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ગગડીને ૩૮૯૭૦ની નીચી સપાટી પર રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૧૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૦૯ રહી હતી.
લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામા ંઆવ્યા છે. જેમાં જેમાં મોટા ભાગે એનડીએની લીડ દર્શાવવામાં આવી રહી છે એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ સેંસેક્સ ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો.
એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર શેરબજારમાં થઇ હતી. આ ઉપરાંત કંપનીઓના પરિણામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં કારોબારીઓ ઉત્સુક બનેલા છે.

Related posts

એપ્રિલમાં ૭૫ લાખ લોકોની નોકરી ગઈ

editor

રાજકારણીની છાપ રાહુલના લીધે ખરાબ થઈ : જેટલી

aapnugujarat

Gold prices remained flat at 33,570 per 10 gram; silver drops by 40 to 37,850 per kg

aapnugujarat

Leave a Comment

UA-96247877-1