Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વાહનોનો થર્ડ પાર્ટી વીમો ઉતરાવવો પડશે મોંઘો, ઈરડાનો પ્રસ્તાવ

વીમા ક્ષેત્રના નિયમનકાર ઈરડા ચાલુ નાણાકીય વર્ષ માટે કાર અને ટુવ્હીલર વાહનોના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. ઈરડાના પ્રસ્તાવ મુજબ ૧૦૦૦ સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી કારનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ વર્તમાનમાં ૧૮૫૦ રૂપિયાથી વધારીને ૨૧૨૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એ જ રીતે ૧૦૦૦ સીસી અને ૧૫૦૦ સીસી વચ્ચેની કારનું વીમા પ્રીમિયમ વર્તમાનમાં ૨૮૬૩ રૂપિયાથી વધારીને ૩૩૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, ૧૫૦૦ સીસી એન્જિનથી વધુની ક્ષમતા ધરાવતી લક્ઝરી કારના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં કોઈ પણ પ્રકારના ફેરફારનો પ્રસ્તાવ નથી, તેમાં વર્તમન પ્રીમિયમ દર ૭૮૯૦ રૂપિયા જ રાખવામાં આવશે.નવા દરોનો પ્રસ્તાવઃ સામાન્ય રીતે ૧લી એપ્રિલથી જ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ દરમાં સુધારાની જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ આ વખતે કંપનીએ આગમી આદેશ જાહેર ન થાય ત્યાં સુધી જૂના દરો મુજબ જ પ્રીમિયમ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.
હવે ઈરડાએ થર્ડ પાર્ટી પ્રીમિયમ મામલે નવા દરોનો પ્રસ્તાવ કર્યો છે. ઈરડાએ નવા સુધારેલા દરો પર તેમના સંબંધી પક્ષો પાસેથી ૨૯ મે સુધીમાં સુચનો અને ટિપ્પણિઓ મંગાવી છે. નવા ડ્રાફ્ટ મુજબ ૭૫ સીસીથી ઓછી ક્ષમતા ધરાવતા ટુવ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ ૪૨૭ રૂપિયાથી વધારીને ૪૮૨ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ ૭૫ સીસીથી લઈને ૩૫૦ સીસી સુધીના ટુવ્હીલર વાહનોના વીમા પ્રીમિયમમાં પણ વૃદ્ધિનો પ્રસ્તાવ છે, પરંતુ ૩૫૦ સીસીથી વધુના સુપરબાઈક મામલે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો.આ ઉપરાંત નવી કાર મામલે એક સાથે જ ૩ વર્ષનું વીમા પ્રીમિયમ દર અને નવા ટુવ્હીલર વાહનો માટે એક સાથે જ ૫ વર્ષ માટે પ્રીમિયમ દરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વીમા નિયમનકાર ઈરડાએ ખાનગી ઉપયોગની ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક ટુવ્હીલર વાહનો મામલે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમમાં ૧૫ ટકાની રાહતનો પ્રસ્તાવ મુક્યો છે. ટેક્સી, બસ, અને ટ્રક મામલે પણ દરો વધારવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ ટ્રેક્ટરનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પણ વધી શકે છે.

Related posts

બેંગ્લુરુમાં પૂર-વરસાદથી હાહાકાર મચ્યો

aapnugujarat

मोदी पर मुलायम के बयान को अमर सिंह ने करार दिया पैंतरा

aapnugujarat

પેટ્રોલ – ડીઝલનાં ભાવ વધ્યા

editor

Leave a Comment

UA-96247877-1