Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપના રાજમાં માત્ર ઉદ્યોગપતિઓનો વિકાસ થયોઃ પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદીએ ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે, દેશના તમામ નાગરિકના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા નાખવામાં આવશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૧૫ લાખના વાયદાને ચૂંટણીલક્ષી વાયદો ગણાવ્યો હતો.
દેશની જનતા ફરીવાર વાયદા કરનારી સરકાર પર વિશ્વાસ નથી કરવાની. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપના રાજમાં માત્ર ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે. નોટબંધીના કારણે દેશની જનતાને લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવી. દેશમાં મોદી સરકારની નીતિથી યુવા અને ખેડૂત પરેશાન છે. ત્યારે મોદી સરકારની નીતિના કારણે દેશની જનતામાં આક્રોશ છે.

Related posts

ધનુષ મિસાઇલનું સફળરીતે પરીક્ષણ થયું

aapnugujarat

બંગાળમાં પાંચ લાખ ઘૂસણખોરોના નામ મતદાર તરીકે ઉમેરી દેવાયા : ભાજપ

editor

हिंदी बोल भारत को हिंदू राष्ट्र बना रहे मोदी : वायको

aapnugujarat

Leave a Comment

UA-96247877-1