Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિપક્ષી ગઠબંધનની સરકાર બનશે તો રોજ નવા પીએમ : અમિત શાહ

વિપક્ષની અસ્પષ્ટ નીતિ અને એક નેતા નહીં હોવાને લઈને આકરા પ્રહાર કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે કહ્યું હતું કે પહેલા તો વિપક્ષી ગઠબંધનની સરકાર બનશે જ નહીં અને જો બની પણ જાય છે તો દેશને દરરોજ એક નવા વડાપ્રધાન મળશે.
રીવાના ગોવિંદગઢમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જે ગઠબંધનને લઈને ચાલી રહી છે તેના નેતા અંગે કોઈ માહિતી નથી. આ ગઠબંધનની સરકાર આવશે તો દેશને સપ્તાહમાં દરરોજ નવા વડાપ્રધાન જોવા મળશે. શાહે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે આ પ્રકારથી દેશ મજબૂત બની શકે નહીં. દેશને મજબૂત નેતા અને મજબૂત સરકારની જરૂર છે. મજબુર સરકાર અને મજબુર નેતા હોવા જોઈએ નહીં. શાહે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આતંકવાદનો સામનો કરવાની સ્થિતિમાં નથી. ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપવાની સ્થિતિમાં નથી. ત્રાસવાદીઓને યોગ્ય જવાબ નરેન્દ્ર મોદી આપી શકે છે. રીવા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જનાર્દન મિશ્રા તરફથી ચુંટણી પ્રચાર કરતા તેમણે કહ્યું હતું કે અહીં તમામ લોકો ભાજપની તરફેણમાં મતદાન કરે તે જરૂરી છે. છઠ્ઠી મેના દિવસે મતદાન યોજાનાર છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના જમ્મુ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાન હોવાના નિવેદન પર શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આ સંદર્ભમાં હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ કાશ્મીરને ભારતથી અલગ કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ મોદી સરકાર આ પ્રકારની બાબતને ક્યારેય પણ શક્ય થવા દેશે નહીં.
જેએનયુ સંકુલમાં દેશના વિરોધમાં નારા લગાવનાર અને ભારતના ટુકડે ટુકડા કરવાની વાત કરનાર લોકોનો કોંગ્રેસ સાથ આપી રહી છે. આવા લોકોને જેલભેગા કરવાનો સમય આવી ગયો છે. અમિત શાહે આક્ષેપ કરતા એમ પણ કહ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પર સર્જિકલ હુમલા અને એર સ્ટ્રાઈક કરવામાં આવ્યા બાદ જ્યારે દેશભરમાં ખુશીનો માહોલ હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીના લોકો તેમાં પણ આઘાતમાં ડુબેલા હતા.
કોંગ્રેસને પોતાના મતબેંકની ચિંતા સતાવી રહી હતી. અમિત શાહે ઉમેર્યું હતું કે તમે વિકાસના કામો માટે ભાજપના ઉમેદવારને મત આપો અને સાથે સાથે મોદીને દેશને સુરક્ષિત રાખવા માટે મત આપી શકાય છે. અમિત શાહે હરીફ પાર્ટીઓ ઉપર જોરદાર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો અને જોરદાર ઝાટકણી પણ કાઢી હતી.

Related posts

ગોવામાં ભાજપને પક્ષપલટાનો સૌથી મોટો ફાયદો મળ્યો

editor

રાજનાથની શહીદ જવાનના શવને ખભો આપી શ્રદ્ધાંજલિ

aapnugujarat

Another BJP worker shot dead in West Bengal, party blames TMC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1