Aapnu Gujarat
ગુજરાત

મતદાન દરમિયાન અમદાવાદથી સૌથી વધુ ફરિયાદ મળી,રાજ્યનાં મુખ્ય ચૂંટણી કમિશ્નરે માહિતી આપી

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહૌલમાં મતદાન સંપન્ન થયું છે. આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનાં મતદાનમાં ગુજરાતમાંથી કુલ ૩૭૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતાં. જેમાં ભાજપ અને કોંગ્રેસે તમામ ૨૬ બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ગુજરાતમાં સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સૌરાષ્ટ્રનાં અમરેલીમાં થયું છે.
રાજયમાં ૨૬ લોકસભા બેઠકની ચૂંટણીની પ્રકિયા પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ચૂંટણી અધિકારીએ રાજ્યમાં ૬૨.૩૬ ટકા જેટલું સરેરાશ મતદાન થયું હોવાની માહિતી આપી હતી.
આ સાથે દિવસ દરમિયાન કુલ ૪૩ જેટલી ફરિયાદો મળી હોવાની ચૂંટણી અધિકારીએ વિગતો જણાવી હતી. જેમાં અમદાવાદમાં સૌથી વધારે ૧૧ ફરિયાદો મળી છે.

Related posts

ખેડુતોને આર્થિક સહાય કરવાની માંગ સાથે કોંગ્રેસનુ તંત્રને આવેદન

editor

ગાંધીનગર મનપાના ૨ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાના જ રહેશે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1