Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અપરાધીઓની સાથે રહીશું જ નહીં : આઝમ ખાનના ગઢમાં યોગી દ્વારા ચુંટણી પ્રચાર

લોકસભા ચુંટણી માટે રાજકીય ઘમસાણની વચ્ચે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમખાનના ગઢમાં ચુંટણી પ્રચાર કર્યો હતો અને કહ્યું હતું કે અમે મૌન રહેવામાં અને અપરાધીની સાથે રહેવામાં બિલકુલ વિશ્વાસ કરતા નથી. આઝમખાનનો ઉલ્લેખ કર્યા વગર યોગીએ કહ્યું હતું કે ગઠબંધનના લોકો બિનજરૂરી રીતે હોબાળો મચાવી રહ્યા છે. મોદીને રોકવા માટે તમામ સાથીઓ એકસાથે આવી રહ્યા છે. યોગીએ ભાજપના ઉમેદવાર જયાપ્રદાને મત આપવા અપીલ કરતા કહ્યું હતું કે હવે અમને મૌન રહેવાની બાબત પસંદ નથી. સાથે સાથે અપરાધીઓની સાથે રહેવાની બાબત પણ પસંદ નથી. થોડાક દિવસ પહેલા જ આઝમખાને ભાજપના ઉમેદવાર જયાપ્રદાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આઝમખાન વિવાદના ઘેરામાં આવી ગયા હતા. મહિલા પંચે આઝમખાનને કારણદર્શક નોટિસ ફટકારી હતી. ચુંટણી પંચે ૭૨ કલાક સુધી તેમના પર ચુંટણી પ્રચાર કરવા પ્રતિબંધ મુક્યો હતો. બીજી બાજુ ચુંટણી રેલીમાં વિવાદાસ્પદ નિવેદનને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ૭૨ કલાકના પ્રતિબંધનો સામનો કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં રામપુરમાં ચુંટણી રેલી દરમિયાન પોતાના ભાષણમાં યોગી ખૂબ જ સંયમ જાળવતા નજરે પડ્યા હતા. ચુંટણી પ્રચાર દરમિયાન સામાન્ય રીતે ખૂબ જ આક્રમક રહેતા યોગીએ ખૂબ જ સંયમપૂર્વક અને અપ્રત્યક્ષ રીતે આઝમખાનની ઝાટકણી કાઢી હતી. રામપુરમાં લોકશાહીની સ્થાપના કરવા માટે ભાજપના ઉમેદવાર જયપ્રદાની જીત થાય તે જરૂરી છે. સ્થાનિય લોકોને અપીલ કરતા યોગીએ કહ્યું હતું કે અપરાધીઓની સામે મૌન રહેવાના બદલે અવાજ બુલંદ કરવાની જરૂર છે. યોગીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિઓની પણ વાત કરી હતી.

Related posts

એસ.પી.જી. સાથે કડી પોલીસે જનજાગૃતિ અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ યોજી

aapnugujarat

આંધ્રપ્રદેશ, તેલંગણા, તમિલનાડુ ,પંજાબ અને દિલ્હીમાં ભાજપ એક પણ બેઠક નહીં જીતી શકે : મમતા બેનરજી

aapnugujarat

३६,००० करोड़ की लागत से बनेगा गंगा एक्सप्रेसवे : योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1