Aapnu Gujarat
રાષ્ટ્રીય

એસ.પી.જી. સાથે કડી પોલીસે જનજાગૃતિ અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ યોજી

કડી શહેરમાં લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી કડીના એસ.પી.જી.ગ્રુપ અને કડી પોલીસ દ્વારા કડી શહેરમાં વિવિધ બેનરો સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.કડી પોલીસના પી.આઈ.ઓ.એમ.દેસાઈ, એસ.એન.રામાણી અને કડી એસ.પી.જી. પ્રમુખ આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.પી.જી.કાર્યકરો અને પોલીસ જવાનો સાથે ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ વધે અને લોકો કાયદાનું પાલન કરી જિંદગીની સલામતી મેળવે તેવા હેતુથી કડી શહેરમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

चिराग का नीतीश पर तंज : महिषासुर सरकार ने मां दुर्गा के भक्तों पर चलवाई लाठीचार्ज और गोलियां

editor

बिहार और असम में बाढ़ से करीब १५० लोगों की मौत

aapnugujarat

કર્ણાટકમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1