Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ ૨૦૦ વર્ષ સત્તામાં રહેશે તો પણ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી નહીં શકશે : ગુલામ નબી આઝાદ

લોકસભા ચૂંટણીના સંકલ્પ પત્રમાં ભાજપએ કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવવાની વાત કહી છે. આ અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનો પક્ષ રજૂ કર્યો છે. ધારા ૩૭૦ના મુદ્દા પર કોંગ્રેસ ખુલીને સામે આવી ગઈ છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી કાશ્મીરમાં ધારા ૩૭૦ કોઈ નહીં હટાવી શકે. આઝાદે કહ્યું હતું કે, ભાજપ ૨૦૦ વર્ષ પણ સરકારમાં રહે, તો પણ ધારા ૩૭૦ હટાવી નહીં શકશે.
કાશ્મીરમાં ધારા ૩૭૦ના સવાલ પર નેશનલ કોન્ફ્રન્સ અને પીડીપીની પાછળ રહીને બેટિંગ કરી રહેલી કોંગ્રેસ હવે ખુલીને સામે આવી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અનંતનાગમાં કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી ધારા ૩૭૦ હટવા નહીં દેશે. ભલે ભાજપ ૨૦૦ વર્ષ સુધી રાજ કરી લે.
કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં ફારુક અબ્દુલ્લા અને મેહબુબા મુફ્તી ધારા ૩૭૦ હટાવવા પર દેશ તૂટવાની ધમકી આપી ચુક્યા છે. ભાજપ શરૂઆતથી જ કહી રહ્યું છે કે, ધારા ૩૭૦ પર બંને પાર્ટીઓની પાછળ અસલી સપોર્ટ કોંગ્રેસનો છે. ભાજપએ સંકલ્પ પત્રમાં ૩૭૦ અને ૩૫છ હટાવવાની વાત કહી છે. આ અંગે ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસનું અસ્તિત્વ છે, ત્યાં સુધી ૩૭૦ નહીં હટી શકે.

Related posts

યુપીના ગેંગસ્ટરને જામીન આપવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

editor

કર્ણાટકમાં સરકાર રચવા ભાજપ, જેડીએસ-કોંગ્રેસ દ્વારા દાવો

aapnugujarat

કોંગ્રેસને ૨૦ સપ્ટેમ્બર સુધી નવા અધ્યક્ષ મળી શકે છે.!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1