Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાશે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો હવેથી બળાત્કાર ગણાશે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવી હરકત મહિલાઓના સમ્માનને ઠેસ પહોંચાડે છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની બેંચે એક ચૂકાદો આપતા આ વાતો કરી હતી.બેંચે કહ્યું કે ઘણીવાર એવું બને કે પીડિત અને રેપ કરનારા આરોપી બંને પોત-પોતાના જીવનમાં આગળ નીકળી જાય છે, તેઓ પોત-પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે કોઇ ગુનો નથી કર્યો, તેમની આ હરકતને હંમેશા ગુનો માનવામાં આવશે. કોર્ટે સ્વીકાર્યું કે આવી ઘટનાઓ આધુનિક સમાજમાં વધી રહી છે.કોર્ટે આ નિર્ણય એક મહિલાની ફરિયાદના આધારે આપ્યો છે. છત્તીસગઢની મહિલાએ એક ડોક્ટર પર ૨૦૧૩માં તેના પર બળાક્તાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા કોની (બિલાસપુર)ની નિવાસી છે અને ૨૦૦૯થી ડોક્ટરથી પરિચિત હતી. એ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. આરોપીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. બંને પક્ષના પરિવાર પણ આ વાત સારી રીતે જાણતા હતા.આરોપીની બાદમાં એક બીજી મહિલા સાથે સગાઇ થઇ ગઇ, પરંતુ તેણે પીડિતાની સાથે સંબંધ તોડ્યો નહીં. ત્યારબાદ પોતાનો વાયદો તોડી નાખ્યો અને કોઇ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા.

Related posts

સેંસેક્સ નાટ્યાત્મક ૨૦ પોઈન્ટ સુધર્યો

aapnugujarat

सुपर फास्ट तरीके से मिलेगा जीवन बीमा पॉलिसी, IRDA ने बदले नियम

editor

મોદીના આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ : તમામ તૈયારી પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1