Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીના આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ : તમામ તૈયારી પૂર્ણ

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ અને ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ આવતીકાલે નરેન્દ્ર મોદી સતત બીજી અવધિ માટે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. શપથવિધિ ઐતિહાસિક બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. શપથવિધિ આવતીકાલે સાંજે સાત વાગે શરૂ થશે. શપથવિધિને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ભાજપની પ્રચંડ જીત બાદ આ કાર્યક્રમને ભવ્ય બનાવવા જોરદાર તૈયારી કરી લેવામાં આવી છે પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી તરફથી એવા સંકેત મળ્યા છે કે, કાર્યક્રમને સામાન્ય અને ગંભીરરુપ આપવામાં આવે તે જરૂરી છે. સાદગીપૂર્ણરીતે કાર્યક્રમની તૈયારી કરવામાં આવી છે. શપથગ્રહણ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવશે. મુખ્ય દ્વાર અને મુખ્ય ભવનની વચ્ચે ભવ્ય રસ્તો બનાવવામાં આવ્યો છે જેનો ઉપયોગ રાજ્યના પ્રમુખો અને દેશના શાસનાધ્યક્ષોના સ્વાગત માટે ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન પદના શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવશે. દરબાર હોલમાં માત્ર ૫૦૦૦ લોકોના સમારોહ યોજી શકાય છે. સૌથી પહેલા ચંદ્રશેખરે ૧૯૯૦માં બહારી પ્રાંગણમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ૨૦૧૪માં વડાપ્રધાનના શપથગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખ ઉપરાંત ૪૦૦૦ મહેમાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૧૪ દેશોના પ્રમુખ જોડાયા હતા. મોદીની શપથવિધીની તમામ તૈયારી આજે પૂર્ણ કરી લેવામાં આવી હતી. નવી કેબિનેટમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે સાંજે સાત વાગે મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય કેટલાક સભ્યો પણ મંત્રી તરીકે શપથ લેનાર છે. જો કે આ સંબંધમાં વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રાષ્ટ્રપિત રામનાથ કોવિન્દ આવતીકાલે સાંજે સાંત વાગે મોદી અને અન્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવનાર છે.
કેબિનેટમાં ભાજપ પ્રમુખ અમિત શાહને સામેલ કરવાની વાત ચાલી રહી છે. શપથગ્રહણ કાર્યક્રમમાં બિમસ્ટેક દેશોના રાષ્ટ્ર વડાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બિમસ્ટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાત દેશો સામેલ છે જે બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે. ભારતે કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશિયસના વડાપ્રધાનને પણ શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસના પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન ચીફ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ૨૦૧૪માં પોતાની પ્રથમ અવધિ દરમિયાન જ્યારે વડાપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે મોદીએ સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પડોશી પ્રથમની નીતિ હેઠળ આ તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વખતે પાકિસ્તાનને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. એમ માનવામાં આવે છે કે, પુલવામામાં સીઆરપીએફ કેમ્પ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરુપે સરકારે પાકિસ્તાનથી અંતર રાખવાનો નિર્ણય કર્યો છે. શપથવિધીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શપથવિધીને ભવ્ય બનાવવામાં આવનાર છે.

Related posts

ડુંગળી નિકાસમાં ૫૬ ટકાનો વધારો છતાંય આયાત જારી

aapnugujarat

ભારત-આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનમાં ફાઈટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

કપિલ મિશ્રા કેજરીવાલ સરકાર વિરુદ્ધ ૧૬,૦૦૦ પાનાનાં પુરાવા રજૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1