Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઇના ઇન્ટરિમ ડાયરેક્ટરની નિમણૂંકના મામલે મેં ખોટા ટિ્‌વટ કર્યા હતા : પ્રશાંત ભૂષણ

કેટલીક વાર સરકાર વિરોધી તીવ્ર શંકાના આવેગમાં વરિષ્ઠ વકીલ પણ બિનજરૂરી વિવાદ ઉભો કરતા હોય છે. આવા જ એક ઉદાહરણ સમાન કિસ્સામાં સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકિલ પ્રશાંત ભૂષણે સ્વીકાર્યું કે સીબીઆઇના ઇન્ટરિમ ડાયરેક્ટર તરીકે એમ.નાગેશ્વર રાવની નિયુક્તિના મામલે તેમણે ટિ્‌વટ કરતા ભૂલથી ખોટું ટિ્‌વટ કર્યુ હતું. ભૂષણના આ નિવદેન બાદ એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે તેઓ ભૂષણને સજા અપાવવાના પક્ષમાં પહેલેથી નહોતા પણ તેઓ ભૂષણ સામેની અવમાનના અરજી પાછી ખેંચી રહ્યા છે.(મતલબ ભૂષણને તેમની ભૂલનો અહેસાસ થયો છે, ભૂલને સ્વીકારી છે તેથી હવે તેમની વિરૂદ્ધ બદનક્ષીના કેસનો મતલબ નથી)
’સરકારે મીટિંગમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા’ઃ ઉલ્લેખનીય છે કે એક કેસના સદર્ભમાં સરકારે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ બાબતે ભૂષણને શંકા જતા તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું કે તેમને લાગે છે કે સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિને મામલે જે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઇ હતી તેની વિગતવાર અહેવાલ(મિનટસ)ની ખોટી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

Related posts

૧ જૂનથી મોદી સરકાર લાવી રહી છે વર્ચ્યુઅલ આઈડી

aapnugujarat

શત્રુઘ્ન સિંહા એક અનગાઇડેડ મિસાઇલ : નકવી

aapnugujarat

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1