Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન સરકારનો દાવોઃ ૧૮૨ મદરેસાઓ પર કર્યો કબજો, ૧૨૧ની કરી ધરપકડ

પુલવામા આતંકી હુમલા બાદ દુનિયાભરથી દબાણનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે આતંકવાદીઓ વિરૂદ્ધ એક્શન લઇ રહ્યું છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે જણાવ્યું કે, તેણે આતંકીઓ વિરૂદ્ધ પોતાની કાર્યવાહીમાં ઝડપ લાવી છે. આ અંતર્ગત જ પાક સરકારે ૧૮૨ મદરેસાઓ પોતાના નિયંત્રણમાં લઇ લીધા છે અને પ્રતિબંધિત આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરતા ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.
જોકે, પાકિસ્તાનનાં આંતરિક મંત્રાલયએ કહ્યું કે, આતંકીઓ વિરૂદ્ધ પહેલાથી નિર્ધારિત યોજના અંતર્ગત કરવામાં આવી છે. હાલમાં જ ભારત તરફથી પાકિસ્તાન ઉપર આતંકવાદીઓને પહોંચી વળવાના આરોપ અને દબાણના કારણે આવું કરવામાં આવ્યુ નથી.
પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ લીધી હતી. તેના પછી ભારતે દુનિયાભરમાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર અલગ-થલગ કરવાની રણનીતિ પર કામ કર્યું. અમેરિકા, ફ્રાંસ, ઇઝરાયલ અને બ્રિટેન જેવા મહત્વાનાં દેશોએ પુલવામા હુમલામાં પાક સ્થિત આતંકી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા હતાં.
૧૪ ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલા બાદથી જ પાકિસ્તાન પર આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું ખુબ જ દબાણ હતું. પાકિસ્તાનનાં આતંરિક મામલાના મંત્રાલયએ નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, સરકારે ૧૮૨ મદરેસાઓના પ્રશાસનને પોતાના હાથમાં લઇ લીધુ છે. આ મદરસોના આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાની શંકા છે. પાકિસ્તાન સરકારે કહ્યું કે,’કાયદાકીય એજેન્સીઓએ ૧૨૧ લોકોને આ એક્શન અંતર્ગત તેમની ધરપકડ કરવામા આવી છે.

Related posts

CAA-NRC is ‘internal matters’ of India : Sheikh Hasina

aapnugujarat

Sweden implements more restrictions as Covid-19 cases rises

editor

सऊदी अरब में सैन्य शक्ति बढ़ाएगा US : मार्क एरिगेशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1