Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં હું નથી : હિલેરી ક્લિન્ટન

હિલેરી ક્લિન્ટલ સૌપ્રથમ વાર ૨૦૨૦ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પોતે નહીં હોવાનો એકરાર કર્યો છે. એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હિલેરી ક્લિન્ટે આ અંગે જણાવ્યું કે, ‘હું આગામી ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં નથી. પરંતું હું જે માનું છું તે હું કહીશ અને તેના માટે કામ કરતી રહીશ.’
નોંધનીય છે કે હિલેરી ક્લિન્ટે ૨૦૧૬માં યુએસની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રમુખ દાવેદાર રહ્યા હતા. ક્લિન્ટનના મતે લોકો સમજે તે હું સુનિશ્ચિત કરીશ અને હું તેના માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ.
‘હું ક્યાંય નથી જઈ રહી. દેશના હિત માટે કરવું પડશે તે કરીશ. વર્તમાન સમયે યુએસમાં જે થઈ રહ્યું છે તે ખેરખર પીડાદાયક છે,’ તેમ ક્લિન્ટને જણાવ્યું હતું. ક્લિન્ટને ડેમોક્રેટ્‌સ પાર્ટીના સંભવિત ઉમેદવારો સાથે પણ બેઠક યોજી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડેમોક્રેટ્‌સ તરફથી જો બિડેન ઉમેદવારી નોંધાવી શકે છે. જો કે હજુ સુધી બિડેને પોતાની દાવેદારી પ્રત્યે કોઈ સ્પષ્ટતા કરી નથી. હિલેરી ક્લિન્ટને ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકારે લેકોનો વિશ્વાસ તોડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

Related posts

पाक आतंकी संगठनों पर रोक लगाने में नाकाम, FATF ग्रे लिस्ट में ही रखेगा नाम

aapnugujarat

No, first lady Melania Trump had any secret meeting with Kim Jong Un: White House

aapnugujarat

चीन के सिचुआन प्रांत में भारी बारिश, 7 की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1