Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને ફટકો પડ્યો : અમર્ત્ય સેન

જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેને કહ્યું કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬નાં વર્ષમાં લાદેલી નોટબંધીને કારણે ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો. એક પુસ્તક વિમોચનનાં કાર્યક્રમમાં સંબોંધન કરતી વખતે અમર્ત્ય સેને જણાવ્યું કે, જ્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં અભ્યાર કરતા હતા ત્યારે એક મુલાકાતીએ સવાલ પુછ્યો હતો કે, સૌથી મહાન માણસ કોણ હતો. આ બાબતે બે મતભેદો હતા. કેટલાકે મહાત્મા ગાંધી કહ્યુ તો કેટલાકે રવિન્દ્રનાથ ટાગોર. પણ કોઇકે કહ્યું કે, જાદુગર પી.સી. સરકાર. મને એવું લાગે છે કે, નોટબંધી એ જાદુગરીથી બીજું કશું નહોતું.
અમર્ત્ય સેને વધુમાં જણાવ્યું કે, નોટબંધીએ સૌથી મોટી જાદુગરી હતી. નોટબંધીને કારણે અર્થતંત્ર પર નોટબંધીની મોટી અસર પડી. ૨૦૧૬માં ૮ નવેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ થઇ ગઇ છે. સમગ્ર દેશમાં રહેલી ૮૭ ટકા રકમ પર તેની અસર પડી.
નોટબંધીને કારણે દેશમાં અંધાધૂધી ફેલાઇ ગઇ. નોટોની તંગી સર્જાઇ. બેંકોની બહાર લાંબી લાબી લાઇનો લાગી. જો કે, આ પછી થોડા મહિનાઓમાં સરકારે રૂપિયા ૨૦૦૦ની નોટો બહાર પાડી અને નવા રૂપરંગમાં ૫૦૦ રૂપિયાની નોટ પણ બહાર પાડી.

Related posts

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં કોર્ટ ૧૨ સપ્ટે. ચુકાદો આપશે

aapnugujarat

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

aapnugujarat

શેરબજારમાં ઉથલપાથલ જારી રહી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1