Aapnu Gujarat
ગુજરાત

રાણીપમાં વદ્ધાની હત્યા બાદ લૂંટ કરાઈ

શહેરમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધો માટે સુરક્ષાની કોઈ ગેરંટી ન હોય તેમ વધુ એક વૃદ્ધાની તેમના જ ઘરમાં હત્યા કરી લૂંટ ચલાવાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના રાણીપ વિસ્તારમાં એકલા રહેતાં વૃદ્ધાનો મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવતાં સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ છે. લૂંટારાઓ વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરીને ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. રાણીપ પોલીસે હાલ હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને સ્થાનિક રહીશોમાં ભારે સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાણીપ વિસ્તારમાં આવેલ જીએસટી ફાટક નજીક સુંદરવનનાં કાચાં છાપરાંમાં રહેતા ગીગાજી બાવરીએ રાણીપ પોલીસમાં લૂંટ અને હત્યાની ફરિયાદ કરી છે કે તેમની પાડોશમાં વર્ષોથી લક્ષ્મીબહેન બાવરી (ઉં.વ.૬પ) રહે છે. લક્ષ્મીબહેનના પતિનું પાંચ વર્ષ અગાઉ નિધન થઇ ગયું હતું અને તેમને કોઈ સંતાન ન હોવાથી તેઓ એકલવાયું જીવન જીવતાં હતાં અને ગીગાજીને લક્ષ્મીબહેન જમવાનું રોજ આપતાં હતાં. ગઈકાલે લક્ષ્મીબહેન એકલાં હોવાથી લૂંટારુએ લક્ષ્મીબહેનની ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ લક્ષ્મીબહેને પહેરેલા દાગીના લૂંટીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. લક્ષ્મીબહેનની પડોશમાં રહેતાં લસીબહેન ગઈકાલે સવારે ચાર વાગ્યે તેમને ઘરે બોલાવવા ગયાં હતાં, પરંતુ લક્ષ્મીબહેન ઊઠતાં ન હતાં, પરંતુ લક્ષ્મીબહેને કંઈ જવાબ ન આપતાં લસીબહેને બાજુમાં રહેતા ગીગાજીને બોલાવી લીધા હતા. ત્યારબાદ ગીગાજી ઘરની અંદર જોવા ગયા ત્યારે લક્ષ્મીબહેનને જગાડવા જતાં તે જવાબ આપતાં ન હતાં. લક્ષ્મીબહેનના હાથ તથા પગમાં ચાંદીનાં કડાં પહેરેલાં હતાં તે ગુમ હતાં, જેથી ગીગાજીએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરતાં દોડી આવેલી પોલીસે તપાસ કરતાં લક્ષ્મીબહેનનું મોત નીપજ્યું હોઈ હત્યા અને હાથ તથા પગનાં કડાં ગુમ હોય લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

aapnugujarat

દલિતો પર થતાં અત્યાચાર મામલે સર્વ પક્ષીય ચિંતન બેઠક : પૂર્વ સાંસદ રતિલાલ વર્મા

aapnugujarat

મ્યુનિ. હોસ્પિટલની સેવા અંગે કોડ દ્વારા ફીડબેક આપી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1