Aapnu Gujarat
ગુજરાત

કિસાન સન્માન નિધિનો ૭૦ લાખ ખેડૂતોને રાજ્યમાં લાભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને સરદાર સરોવર નર્મદા યોજના મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ચોમાસામાં ઓછા વરસાદને કારણે ડેમોમાં નહિવત પાણી ભરાયું છે. સરદાર સરોવરનું કામ પૂર્ણ થતાં ૧૩૮ મીટર સુધી પાણી ભરી શક્યા છીએ, આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર સરોવરમાંથી ગુજરાતને ભાગે પડતું પાણી મળે છે. રાજ્યમાં આગામી જુલાઇ સુધી પીવાના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતુ. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં મહેસૂલ-કૃષિ વિભાગ દ્વારા ખેડૂત લાભાર્થીઓનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અંદાજે ૭૦ લાખ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ૨ હેકટર જમીન ધરાવતા પ્રત્યેક ખેડૂત ખાતેદારને દર વર્ષે ૬૦૦૦/-ની ઇનપુટ સહાય સીધે સીધી તેમના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે. આ યોજના અંગે વિરોધીઓ કેટલી ગેરસમજો ઊભી કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોએ તેનાથી ભરમાવાની જરૂર નથી. ભારત સરકારના ધારાધોરણો હેઠળ મહત્તમ ખેડૂતોને યોજનાનો લાભ મળવાનો છે. રાજ્યમાં યોજનાના લાભો આપવા માટે ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતુ. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સ્વાઇન ફ્‌લુને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઇશોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દરદીઓને વિનામૂલ્યે નિદાન-સારવાર અને દવાઓ પુરી પાડવામાં આવે છે.

Related posts

વિનય શાહ પ્રકરણ : સીઆઈડી ઓફિસ પર બીજા દિવસે ધસારો

aapnugujarat

રાજકીય પક્ષો બુથવાર BLAS નીમીને મદદરૂપ બને : વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

aapnugujarat

CM launches “Smart Gujarat for New India Hackathon’’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1