Aapnu Gujarat
રમતગમત

અલ્ટેવોલ-એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ભારતની ઉભરતી ટેનિસ પ્રતિભાઓને વર્લ્ડ કલાસ પરફોર્મન્સ ટેનિસ કોચિંગ ઓફર કરશે

અમદાવાદ શહેરની ટેનિસ એકેડમી  અલ્ટેવોલે  આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રસિધ્ધ ટેનિસ કોચ  અને જર્મનીના ભૂતપૂર્વ પ્રોફેશનલ  ટેનિસ ખેલાડી એલેકઝાન્ડર વાસ્કે સાથે હાથ મિલાવીને  અદ્યતન અલ્ટેવોલ  એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટીની  સ્થાપના કરી છે, જે માત્ર અમદાવાદ શહેરના જ નહી પણ  ભારતભરના ખેલાડીઓને અદ્યતન હાઈ પરફોર્મન્સ ટેનિસ કોચીંગ પૂરૂ પાડશે. અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટીએ  એલેકઝાન્ડર વાસ્કેનુ ભારત ખાતેનુ પ્રથમ કેન્દ્ર છે.

આ પ્રસંગે વાત કરતાં અલ્ટેવોલના પ્રમોટર શ્રી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થા સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતા પરફોરમન્સ ટ્રેઈનિંગ અને ફીટનેસ ટ્રેઈનીંગ  દુનિયાના કોઈ પણ સ્થળ કરતાં ઉત્તમ કિંમતે પૂરી પાડશે. અમે અમદાવાદમાં  પ્રારંભમાં 15 ટેનિસ કોર્ટ સાથે અમારી એકેડેમીનો અમદાવાદમાં શરૂઆત  કરી રહ્યા છીએ. આના ભાગ તરીકે ભારતના 16 પ્રસિધ્ધ કોચ 3 મહિના માટે જર્મની ગયા હતા અને  તેમની કોચીંગની પધ્ધતિ  અને ટ્રેઈનીંગનો પ્રોટોકોલ સમજવા માટે આકરી તાલિમ લીધી હતી.  સાથે સાથે એલેકઝાન્ડર વાસ્કે અને તેમની ટેનિસ અને ફીટનેસના  કોચની સિનિયર ટીમ યુરોપિયન  સ્ટાન્ડર્ડનુ કોચિંગ જળવાઈ રહે તે માટે  અમદાવાદ લોકેશનની અવારનવાર મુલાકાત લેતી રહેશે. અમદાવાદના હાલના પ્રસિધ્ધ કોચ જીગ્નેશ રાવલ અને શ્રીમલ ભટ્ટે તેમની તેમની  એકેડેમીઝને  એલેકઝાન્ડર વાસ્કે એકેડેમી સાથે ભેળવી દીધી છે અને હવે નવ સાહસ અલેટેવોલ- એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી  તરીકે ઓળખાશે. જેમાં શરૂઆતના તબક્કે  લગભઘ 150 વિદ્યાર્થીઓ તાલિમ લેશે,

એલ્ટેવોલની સ્થાપના બે વર્ષ પહેલાં  વિવિધ રમતોમાં ઉત્તમ સ્પોર્ટસ ટ્રેઈનીંગના  ધ્યેય સાથે કરવામાં આવી હતી. ચિરાગ પટેલ અને મૌલિક પટેલ  આ કંપનીના પ્રમોટર્સ છે, જે ગુજરાતમાં ઘણા વર્ષથી વિવિધ બિઝનેસમાં સુસ્થાપિત એપોલો ગ્રુપમાંથી આવે છે. હાલમાં એલ્ટેવોલે ભારત અને એશિયામાં  હાઈ પરફોર્મન્સ ટ્રેઈનીગ અને સ્પોર્ટસ ફીટનેસ ટ્રેઈનીંગ પૂરી પાડવા માટે વિશ્વ પ્રસિધ્ધ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી, જર્મની સાથે જોડાણ કર્યું છે.

Related posts

जिम्बाब्वे सीरीज के लिए पाकिस्तान टीम में नहीं चुने गए मलिक

editor

रात में बल्लेबाजी करना दिन में बल्लेबाजी करने से मुश्किल : लाबुशैन

editor

विश्व कप खिताब हमारी तरफ से पाजी को तोहफा था : कोहली

editor

Leave a Comment

UA-96247877-1