Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં રાજકીય નાટક : સીએમ કુમારસ્વામીએ પદ છોડવાની ધમકી આપી

કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ સિદ્ધારામૈયા કેમ્પ તરફથી થઇ રહેલા પ્રહારોથી આહત થઇને પદ છોડવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કોંગ્રેસના નેતા તેમના પર રોક લગાવે. નોંધનીય છે કે કુમારસ્વામીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સિદ્ધારમૈયાના સમર્થક ધારાસભ્યોએ તેમને તેમના સી.એમ. જણાવ્યા હતા.કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ સોમવારે સિદ્ધારમૈયાના સમર્થકોના નિવેદન પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં આ બધા મુદ્દાઓ જોવા પડશે. હું તેને લઇને વધુ ચિંતિત નથી. જો તેઓ આ બધા સાથે રહેલા માંગે છે તો હું પદ છોડવા માટે તૈયાર છું. તેઓ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા છે…. કોંગ્રેસે તેમના ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવા પડશે.આ દરમિયાન સીએમ કુમારસ્વામીની પદ છોડવાની ધમકી પર કોંગ્રેસના તરફથી પણ નિવેદન આવ્યું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી.પરમેશ્વારે કહ્યું કે સિદ્ધારમૈયા શ્રેષ્ઠ મુખ્યમંત્રી રહ્યા છે. તેઓ આપણા કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા છે. ધારાસભ્યો માટે તે (સિદ્ધારમૈયા) સીએમ છે. તેમણે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. તેમાં શું ખોટું છે? અમે કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીથી ખુશ છીએ.નોંધનીય છે કે કર્ણાટકમાં સત્તારૂઢ જેડીએસ-કોંગ્રેસી ગઠબંધન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સત્તાને લીધે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ જ સંધર્ષનું પરિણામ છે કે સોમવારે થનારી કેબિનેટની બેઠકને રદ કરવામાં આવી છે. હાલના વિવાદની શરૂઆત તે સમયે થઇ જ્યારે સિદ્ધારમૈયાના સમર્થકોએ રવિવારે એક ઇવેન્ટમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ત્યાં કોંગ્રેસના મંત્રી સી.પુત્તરંગા શેટ્ટી પણ હાજર હતા.તેમના સમર્થકોએ અહીં કહ્યું કે તેઓ તેમના નેતા (સિદ્ધારમૈયા)ને હજુ પણ સીએમ માને છે. કર્ણાટક સરકારે પર પ્રહાર કરતા કોંગ્રેસના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે કહ્યું કે ગઠબંધનની સરકારને ૭ મહિના થયા છે, પરંતુ વિકાસના નામ પર કંઈ થયું નથી. જો સિદ્ધારમૈયાને સીએમ તરીકે વધુ પાંચ વર્ષ મળ્યા હોત તો આપણને યોગ્ય રીતે વિકાસ જોવા મળત.સિદ્ધારમૈયાએ પણ તેમના ધારાસભ્યોની વાતોને સમર્થન આપતાં કહ્યું કે જો તેમને મુખ્યમંત્રી તરીકે આગામી પાંચ વર્ષ વધુ મળ્યા હોત તો તેઓ વિકાસ કાર્યોને પૂરા કરી લેવામાં સક્ષમ હતા. સિદ્ધારમૈયાએ કહ્યું કે મારા વિરોધીઓ મને હરાવ્યો. તેમણે મારા વિરુદ્ધ મને બદનામ કરવા માટે એક આંદોલન ચલાવ્યું અને મારી હારની યોજના બનાવી કારણ કે તેમને મારાથી ઇર્ષ્યા હતી.ભૂતપૂર્વ મુખ્યમંત્રીની પ્રશંસા કરતા સામાજિક કલ્યાણ મંત્રી સી.પુત્તરંગા શેટ્ટીએ કહ્યું કે તમે જે પણ કહો, માત્ર સિદ્ધારમૈયા જ મારા મુખ્યમંત્રી છે…. હું કોઈ બીજાની તે પદ પર કલ્પના પણ ન કરી શકું. તેના પર જેડી(એસ) અધ્યક્ષ એચડી દેવગૌડાએ કહ્યું કે ગઠબંધનની સરકારમાં વિચારોમાં મતભેદ સ્વાભાવિક છે, તેઓ તેના પર એટલું ધ્યાન નથી આપતા. હું તેના પર કોઇ પ્રતિક્રિયા આપવા માંગતો નથી. જ્યારે તમે ગઠબંધનની સરકારમાં હોવ છો તો આવી વસ્તુઓ થતી રહે છે.

Related posts

૨,૯૯૯માં જિયો ફોન-૨ લોંચ

aapnugujarat

More Than 900 Dengue Cases Recorded in Telangana

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ : ૧૮નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1