Aapnu Gujarat
મનોરંજન

રાશિ ખન્ના ફાસ્ટ બોલર બુમરાહ સાથે લગ્ન કરવા માંગે છે…!!

બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટને શરૂઆતથી જ એક સારો સંબંધ રહ્યો છે. બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ ભારતીય ખેલાડીઓને પોતાનું દીલ આપી ચૂકી છે. હવે આ લિસ્ટમાં બીજી એક અભિનેત્રીનું નામ જોડાઇ ગયું છે.
દરેક લોકો જાણે છે કે જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનું મોટું નામ છે, એની બોલિંગની સામે મોટા બોલરોનો પણ પરસેવો છૂટી જાય છે. નોંધનીય છે કે બારતીય ટીમના ફાસ્ટ બોલર બુમરાહને લઇને ઘણા બધા સમાચાર વાયરલ થતા નજરે પડી રહ્યા છે અને આ સમાચાર સાંભળ્યા બાદ એના પ્રશંસકો ખૂબ જ ખુશ થશે. જણાવી દઇએ કે સુંદર અભિનેત્રી રાશિ ખન્ના એની જોરદાર ફેન થઇ ગઇ છે. નોંધનીય છે કે રાશિ ખન્ના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મોટી અને જાણીતી અભિનેત્રીમાંથી એક છે. જે બુમરહાની યૉકર પર ફીદા થઇ ગઇ છે. આજના સમયમાં રાશિ સાઉથ પિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીમાં એક છે, પરંતુ આ હીરોઇને ભારતીય ખેલાડી બુમરાહના પ્રેમમાં ગુમરાહ થઇ છે અને એની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. રાશિ બુમરાહની બોલિંગની જોરદાર ફોન છે.
રાશિએ ઘણી ફિલ્મોમાં પોતાના સારા અભિનેયથી દર્શકોનું દીલ જીત્યું છે. એની સાથે જ રમત પ્રત્યે એનો રસ ત્યારે જાગ્યો જ્યારે એને બુમરાહને બોલિંગ કરતા જોયો. રાશિનું કહેવું છે કે એ પહેલી વખત બુમરાહની બોલિંગ જોઇને જ એની પ્રશંસક થઇ ગઇ હતી અને ત્યારબાદથી એને ક્રિકેટ પ્રત્યે વધારે રસ વધી ગયો. આટલું જ નહીં રાશિ સોશિયલ મીડિયા પર ક્રિકેટને લઇને પણ ઘણી બધી પોસ્ટ કરે છે. જેની પાછળ એનો કોઇ ખાસ સંદેશ છુપાયેલો રહે છે. જો કે આ વાતને લઇને બુમરાહે ક્યારેય કશું કહ્યું નથી.

Related posts

વિરાટ અને અનુષ્કા આવ્યા બિહાર અને આસામમાં પૂર પીડિતોની મદદે, લોકોને કરી આ અપીલ

editor

કંગનાની જન્મદિવસ પર આવનારી ફિલ્મ ‘તેજસ’નો પહેલો લુક જાહેર

editor

मैं हमेशा से विलन का रोल करना चाहता था : चंकी पांडे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1