Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પની આદતોથી નારાજ છે ૭૦ ટકા અમેરિકી યુવાનો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઈને દેશના યુવાનો ટ્રમ્પથી દૂર થઈ રહ્યા છે. એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૬૦ ટકાથી વધારે યુવાનો ટ્રમ્પને પસંદ નથી કરતા. આશરે માત્ર ૩૭ ટકા લોકો જ ટ્રમ્પના પક્ષમાં છે. સર્વે અનુસાર આશરે ૭૦ ટકા લોકોએ ટ્રમ્પ દ્વારા ટિ્‌વટર પર થઈ રહેલા વર્તનનો અસ્વીકાર કર્યો છે. તેમના અનુસાર ટ્રમ્પ ખૂબ વધારે ટિ્‌વટ કરે છે.મેસેચ્યૂએટ્‌સ-લોવેલ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૧૮ થી ૩૭ વર્ષના ૧૦૨૩ અમેરિકી યુવાનોને શામેલ કરવામાં આવ્યા છે. ટ્રમ્પના પ્રદર્શનનું આંકલન બંદૂક નિયંત્રણ,આવ્રજન નીતિઓ અને ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીના સંભવિત ઉમેદવાર જે પ્રમુખ મુદ્દાઓના આધાર પર કરવામાં આવ્યો.
યૂનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જોન ક્લૂવેરિઅસે જણાવ્યું કે રિપબ્લિકન યુવાનોને ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ તરીકે તેમના કામો પસંદ છે. પરંતુ તેમાં ૪૦ ટકા લોકો ઈચ્છે છે કે ટ્રમ્પ ટિ્‌વટ કર્યા કરે. તેમણે કહ્યું કે આનાથી ખ્યાલ આવે છે કે તેમના કટ્ટર સમર્થકોના વચ્ચે કાર્યાલય માટે રાષ્ટ્રપતિના વ્યક્તિગત દ્રષ્ટિકોણની ચિંતા છે.બંદૂક નિયંત્રણ મુદ્દા પર ૬૦ ટકા લોકોએ હથિયારોની ખરીદ અને સાથે રાખવા પર વધતા પ્રતિબંધનું સમર્થન કર્યું. તો ૨૧ ટકા લોકોએ કહ્યું કે વર્તમાન પ્રતિબંધ પર્યાપ્ત છે. ૧૮ ટકા લોકોએ પ્રતિબંધોને ઓછા કરવાની વાતનું સમર્થન કર્યું. સર્વેમાં યુવાનોને ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારોની ક્ષમતાઓ મામલે પણ પૂછવામાં આવ્યું. આ વાત પર ૫૪ ટકા યુવાનોએ કહ્યું કે ડેમોક્રેટિક ઉમેદવારની પસંદગી કરશે, પછી ભલે તે કોઈપણ હોય. તો ૨૭ ટકા લોકોએ ટ્રમ્પને પોતાની પસંદ ગણાવ્યા.

Related posts

हर अमेरिकी को अप्रैल 2021 तक उपलब्ध होगा कोविड का टीका : ट्रंप

editor

રોહિગ્યા શરણાર્થીઓ પર મોબાઇલ ફોનનો પ્રતિબંધ લગાવતી બાંગ્લાદેશ સરકાર

aapnugujarat

डॉनल्ड ट्रंप ने रखा उत्तर कोरिया की धरती पर कदम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1