Aapnu Gujarat
ગુજરાત

ચાઈનીઝ તુક્કલ મંગાવનાર ત્રણ શખ્સની ધરપકડ કરાઈ

ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ દોરી સામે પોલીસે ફરી એકવાર લાલઆંખ કરી છે. આના ભાગરુપે નજર પણ કેન્દ્રિત કરી દીધી છે. તપાસનો દોર તીવ્ર કરવામાં આવ્યો છે જેના ભાગરુપે અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ ઓનલાઈન મંગાવનાર ત્રણ ઇસમોની કુલ ૧૧૦ તુક્કલ સાથે સાઈબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. શહેરમાં આ તહેવારને લઇને મોટાપ્રમાણમાં ચાઈનીઝ તુક્કલો ઉડાવે છે. સળગતી ચાઈનીઝ તુક્કલ હોવાના કારણે આગ લાગી જવાની અને મોટી જાનહાનિ તેમજ માલમિલકતને નુકસાન થવાની દહેશત રહે છે.
આ બાબતને ધ્યાનમાં લઇને ચાઇનીઝ તુક્કલની આયાત, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિના ભાગરુપે ૧૨ જેટલી કંપનીઓને અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલો વેચાણ ન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. હવે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકી ડી કેબિન સાબરમતી વિસ્તારમાં પરિમલ સ્કુલ પાસે રહેતા સુનિલ હરીલાલ વર્માનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ૧૦ ચાઈનીઝ તુક્કલ મળી આવી છે જ્યારે કિશન મોતીલાલ પંડ્યા પાસેથી પણ ૧૦ તુક્કલ મળી આવી છે. કિશન પણ ડીકેબિન સાબરમતી વિસ્તારમાં જ રહે છે. ત્રીજા આરોપી નિલેશ પ્રજાપતિ પાસેથી ૯૦ ચાઇનીઝ તુક્કલ મળી આવી છે. આ આરોપી નારોલ ગામમાં ધર્મભૂમિની પાછળ રહે છે.

Related posts

મ્યુન્સિપલ લો-કોલેજમાં કાયદાના શિક્ષણના ભાગરૂપે કોર્ટરૂમ જેવો જ માહોલ ઉભો કરી મૂટ કોર્ટનું આયોજન કરાયું

aapnugujarat

અમદાવાદી બિઝનેસમેન હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં પકડાયો

aapnugujarat

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી

editor

Leave a Comment

UA-96247877-1