Aapnu Gujarat
ગુજરાત

સરકારી નોકરીની લાલચે ૨૫ હજાર યુવકો સાથે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઇ

સરકારી નોકરી આપવાની લાલચે ગુજરાતના ૨૫ હજાર જેટલા યુવાઓ સાથે છેતરપિંડી કરનારી ઉત્તર પ્રદેશની એક ગેંગ સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી આ ગેંગના બે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા બે વ્યક્તિમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચે આ આખા ષડયંત્રનો પ્રર્દાફાશ કરવા માટે ખાસ ઓપરેશન ચલાવ્યું હતું. અલીગઢ ખાતે સાઇબર ક્રાઇમે આ ટોળકીને પકડવા માટે પાંચ દિવસ અભિયાન ચલાવ્યું હતું. આ ગેંગ ગુજરાતના બેરોજગાર યુવકોને સરકારી નોકરીને લાલચ આપીને તેમની પાસેથી પૈસા પડાવી રહી હતી. ક્રાઇમ બ્રાંચ મુખ્ય સૂત્રધાર વીપીન કુમાર અને એક મહિલાની ધરપકડ કરી છે.
ગુજરાતના અનેક શહેરમાં સરકારી નોકરીના નામે છેતપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આ મામલે ગાંધીનગર અને અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે સાઇબર ક્રાઇમે તપાસમાં જંપલાવ્યું હતું. આ ગેંગ મનરેગા જેવું નામ રાખીને તેમજ સરદાર પટેલના નામે ખોટી સંસ્થાઓ ખોલીને ગુજરાતમાં અસંખ્ય યુવાઓ સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી માટે યુવાઓને સરકારી નોકરીની લાલચ આપવામાં આવતી હતી. બાદમાં તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા.

Related posts

स्वस्थ समाज बनाने जनसेवा का अभियान : नीतिन पटेल

aapnugujarat

ટેસ્ટિંગ વાનમાં હવે નવી સુવિધા લોકોને શંકા લાગે તો ખાદ્ય પદાર્થના વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકાશે

aapnugujarat

પેરાઓલિમ્પિકના ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ દ્વારા અનોખુ પ્રોત્સાહન

editor

Leave a Comment

UA-96247877-1