Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોસ્ટ ઓફિસની સ્કીમમાં પૈસા રોકવા પર મળશે વધારે વળતર

કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લેતા પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર વ્યાજનો દર વધારવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષ માટે જમા કરવામાં આવેલી રકમ પર વ્યાજદર ૦.૧૦ ટકા વધારવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકાર નાની બચત યોજના પર દર ત્રણ મહિને વ્યાજ દર નક્કી કરતી હોય છે. ક્યારે શું નિર્ણય લેવો તે સરકાર નક્કી કરે છે. સરકાર દર ત્રણ મહિને વ્યાજદરોમાં ફેરફાર કરશે જ તે પણ નક્કી નથી હોતું.
ટાઇમ ડિપોઝિટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટઃ તમે પોસ્ટ ઓફિસમાં કોઈ ચોક્કસ રકમ નિર્ધારિત સમય માટે રોકી શકો છો. જેના બદલામાં તમને અમુક ચોક્કસ રકમ વ્યાજપેટે મળે છે. ફિક્સ ડિપોઝિટ અથવા ટાઇમ ડિપોઝિટમાં પોસ્ટ ઓફિસ દર એક, બે, ત્રણ અને પાંચ વર્ષ માટે વ્યાજદરો રજૂ કરે છે. ભારતીય ડાકની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ માટે કોઈ ચોક્કસ રકમનું રોકાણ કરવાથી આ રકમ આવકવેરાની કલમ ૧૯૬૧ પ્રમાણે ૮૦સી અંતર્ગત ટેક્સમાંથી બાદ મળે છે.
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડઃ પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં રોકણ કરવા પર પણ તમને આ રકમ આવકવેરામાં બાદ મળે છે. ડિસેમ્બરમાં પૂરા થતાં ત્રણ મહિના માટે પીપીએફ ખાતાઓમાં જમા રાશિ પર વાર્ષિક આઠ ટકા વ્યાજ મળતું હતું. જમા રાશિ પર વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. તેનો મતલબ એવો છે કે આ રકમ વર્ષના અંતે મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે. પીપીએફની ટેક્સ માફી ત્રિપલ ઈ શ્રેણીમાં આવે છે, એટલે કે જમા રાશિ અને તેમાંથી મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે.
પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝિન સેવિંગ સ્કિમઃ વરિષ્ઠ નાગરિકો પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે તે માટે પોસ્ટ ઓફિસે તેમના માટે પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન સેવિંગ સ્કિમ શરૂ કરી છે.

Related posts

તેજ પ્રતાપે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સામે બાંયો ચઢાવી

editor

મુંબઈમાં ધોધમાર વરસાદ જારી

aapnugujarat

1 Naxal woman killed in encounter with Security forces in Sukma

aapnugujarat

Leave a Comment

UA-96247877-1