Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પોલીસ અધિકારીની હત્યા

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના એક ૩૩ વર્ષીય પોલીસ અધિકારીની ડ્યૂટી દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેની ઓળખ ન્યૂમેન પોલીસ વિભાગના રોનિલ સિંહ તરીકે થઇ છે. ક્રિસમસની રાત્રે તેઓ ઓવરટાઇમ કરી રહ્યા હતા અને ટ્રાફિક સંભાળી રહ્યા હતા, તે સમયે આ ઘટના બની.
મામલાની તપાસ કરી રહેલા સ્ટેનિસ્લોસ કાઉન્ટી પોલીસ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું, ઘટનાના થોડાં સમય બાદ રેડિયો પર રોનિલના મોતના સમાચાર આવ્યા હતા. ગોળી લાગ્યા બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પોલીસના આવતા પહેલાં જ હુમલાખોર ઘટનાસ્થળે જ કાર છોડીને ફરાર થઇ ગયો. સ્ટેનિસ્લોસ કાઉન્ટી પોલીસ વિભાગે સંદિગ્ધ અને તેના વાહનના ફૂટેજ જાહેર કરી લોકોને ઓળખની અપીલ કરી છે.
રોનિલ સાત વર્ષથી ન્યૂમેન પોલીસ વિભાગમાં હતા. આ પહેલાં તેઓ મર્સ્ડ કાઉન્ટી શેરિફ (પોલીસ) વિભાગમાં ફરજ બજાવતા હતા.
તેમના પરિવારમાં પત્ની અને પાંચ મહિનાનો દીકરો છે. કેલિફોર્નિયાના ગવર્નર એડમંડ બ્રાઉન, ન્યૂયોર્ક પોલીસ કમિશનર અને ઇન્ડિયન ઓફિસર્સ સોસાયટીએ પણ રોનિલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Related posts

રોહિંગ્યા જેહાદી તમામના દુશ્મન તરીકે છે : બાંગ્લાદેશ

aapnugujarat

રોહિગ્યા શરણાર્થીઓ પર મોબાઇલ ફોનનો પ્રતિબંધ લગાવતી બાંગ્લાદેશ સરકાર

aapnugujarat

Prime Minister Modi arrives in Myanmar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1