Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

NRC દાવા-વાંધા ૩૧ ડિસેમ્બર સુધી દાખલ કરવાની મંજુરી

સુપ્રીમ કોર્ટે આસામના ડ્રાફ્ટ નેશનલ રિજસ્ટ્રાર ઓફ સિટિઝનને લઇને આશરે ૪૦ લાખ લોકો દ્વારા વાંધાઓ અને દાવાઓ રજૂ કરવા માટે ૩૧મી ડિસેમ્બર સુધીની મહેતલ આજે લંબાવી દીધી હતી. હવે ૩૧મી ડિસેમ્બર સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ ફલિ નરીમનની બનેલી બેંચે કહ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે હવે દાખલ કરવામાં આવેલા દાવા અને વાંધાઓના સંદર્ભમાં નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ચકાસણીની પ્રક્રિયા ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. અગાઉ ૧૫મી ડિસેમ્બરની તારીખ આના માટે રાખવામાં આવી હતી. જ્યારે નોટિસ જારી કરવાની તારીખ ૧૫મી જાન્યુારી ૨૦૧૯ રાખવામાં આવી હતી. વેરિફિકેશનની તારીખ પહેલી ફેબ્રઆરી રાખવામાં આવી હતી. કોર્ટે હવે આસામ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર પર આ નિર્ણય લીધો છે. આસામ એનઆરસીના દાવા અને વાંધાઓ ૩૧મી ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે. એક મહિનાની મહેતલ હવે લંબાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે છેલ્લા ઘણા સમયથી આને લઇને રજૂઆત કરી હતી. બીજી બાજુ આસામ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. આસામ સરકારે અરજી દાખલ કરને મહેતલને એક મહિના સુધી લંબાવવાની માંગ કરી હતી. દાવાઓ અને વાંધાઓ રજૂ કરવા માટે વધુ સમય આપવામનાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આખરે આસામ સરકાર દ્વારા રજૂઆત કરાયા બાદ તેની નોંધ લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આસામ સરકારની બાબતને માન્ય રાખીને આની તારીખ ૩૧મી ડિસેમ્બર કરી દીધી છે. સુનાવણી અને નોટિસ જારી કરવાની પ્રક્રિયા ફેબ્રુઆરીમાં શરૂ થયા બાદ ચકાસણી ૧૫મી ફેબ્રુઆરીએ કરાશે.

Related posts

મહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા : રાજઘાટ અને વિજય ઘાટ ઉપર જઇને શ્રદ્ધાંજલિ

aapnugujarat

યાદવ પરિવાર ૧૨૮ કરોડની સંપત્તિ ગુમાવશે

aapnugujarat

गया में नाबालिग लड़की का अपरण कर किया सामूहिक दुष्कर्म, पीड़िता ने की आत्महत्या

editor

Leave a Comment

UA-96247877-1