Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસને ઝટકો, અખિલેશ યાદવે ૨૦૧૯ની ચૂંટણી સાથે લડવાનો ભણ્યો નનૈયો

લોકસભાની ચૂંટણી પહેલાં મહાગઠબંધન બને તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યાં છે. નાયડુ અને મમતા આ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. મોદીને રોકવા માટે મહાગઠબંધનની જરૂરિયાત વચ્ચે આજે સપાએ કોંગ્રેસથી અલગ થવાનું મન બનાવી લીધું છે. સપાના અખિલેશ યાદવે કોંગ્રેસને ધમંડી પાર્ટી હોવાનું બિરુદ આપ્યું છે. સપાએ ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અખિલેશ યાદવે જણાવ્યું છે કે, કોંગ્રેસના આ વર્તનથી અમને એ અહેસાસ થયો છે કે તેમની પાર્ટી અમારા કરતાં મોટી છે. જેને પગલે અમને અમારી પાર્ટી સાથે જોડાવવાનો મોકો મળી રહેશે. જે થયું એ સારા માટે થયું છે. કોંગ્રેસ પર આરોપ લગાવતાં અખિલેશ યાદવે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેઓને લાગે છે ત્રીજા મોરચાની દેશને જરૂર નથી. આવતા વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણી અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સેમીફાઇનલ ગણાઇ રહી છે.

Related posts

केरल में कोरोना वाइरस का तीसरा पोजिटिव केस

aapnugujarat

केंद्रीय बजट 2021-22 को लेकर वित्त मंत्री की बैठक

editor

अनुच्छेद ३७० : सरकार ने असंवैधानिक तरीके से काम किया है : प्रियंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1