Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓલ ઈન્ડિયા રેડિયોમાં યૌન શોષણની ફરિયાદો : મેનકા ગાંધીએ તપાસની માંગ કરી

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદોની શ્રૃંખલાની તપાસ કરવા માટે કહ્યુ છે. હાલમાં જ શરૂ થયેલા ઈંસ્ીર્‌ર્ અભિયાન હેઠળ ઓલ ઈન્ડિયા રેડિયોમાં યૌન શોષણની ઘણી ફરિયાદોની તપાસ માટે સવાલો ઉઠી રહ્યા છે. યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ પીડિત મહિલાઓને કામ આપવામાં આવ્યુ નથી. એઆઈસીએસીયુની મેનકા ગાંધીને ચિઠ્ઠી બાદ કેન્દ્રીય મંત્રીએ તપાસ માટે કહ્યુ છે.
ઓલ ઈન્ડિયા રેડિયો કેઝ્યુઅલ અનાઉન્સર એન્ડ કોમ્પેર્સ યુનિયન (છૈંઝ્રછઝ્રેં) ના મેનકા ગાંધીને ચિઠ્ઠી લખ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રીલયને ઓલ ઈન્ડિયા રેડિયોમાં આવેલી યૌન શોષણની ફરિયાદોન યોગ્ય રીતે તપાસ કરવા માટે કહ્યુ છે. અહેવાલ અનુસાર એઆઈસીએસીયુએ પોતાના પત્રમાં મેનકા ગાંધીને લખ્યુ કે રેડિયોમાં કેઝ્યુઅલ અનાઉન્સર/ કૉમ્પેયર્સ/રેડિયો જૉકી અધિકારીઓ સામે અવાજ નથી ઉઠાવી શકતી કારણકે તેમને નોકરી ગુમાવવાનો ડર છે.
જે મહિલા કેઝ્યુઅલ કર્મચારીઓએ યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો તેમને કામમાંથી કાઢઈ મૂકવામાં આવ્યા છે. તેમના હકમાં સાક્ષી બનનાર કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એઆઈસીએસીયુએ જણાવ્યુ કે જ્યારથ મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી છે ત્યારથી તેમને કોઈ અસાઈનમેન્ટ આપવામાં આવ્યુ નથી. પીડિત મહિલાઓ કેઝ્યુઅલ કર્મચારી (અસ્થાયી) છે જ્યારે બધા આરોપીઓ સ્થાયી કર્મચારી છે.

Related posts

વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

editor

NPR सरकार का NCR की ओर उठाया गया पहला कदम है : ओवैसी

aapnugujarat

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતી શકે છે : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1