Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છોકરાઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરવા સામે સુપ્રીમની લાલ આંખ

સુપ્રીમ કોર્ટે એક એવી અરજીને ફરીથી ફગાવી છે જેમાં છોકરાઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે આ માગ સાથેની જનહિતની અરજીને ફક્ત નકારી જ નથી પરંતુ તેના પર કડક વલણ પણ અપનાવ્યું છે.આ અરજીમાં કહેવામાં આવ્યું કે દેશમાં મત આપવાનો અધિકાર ૧૮ વર્ષની ઉંમરે મળી જાય છે. સાથે જ સેનામાં ભરતી થવા માટે પણ ઓછામાં ઓછી ઉંમરની મર્યાદા ૧૮ વર્ષ જ છે. તેવામાં લગ્ન માટેની ઉંમર પણ ૨૧થી ઘટાડીને ૧૮ વર્ષ કરવી જોઇએ.આ અરજી એક વકીલ તરફથી દાખલ કરવામાં આવી હતી. સોમવારે જ્યારે આ અરજી પર કોર્ટે સુનાવણી હાથ ધરી તો તને શરૂઆતમાં જ ફગાવી દેવામાં આવી. કોર્ટે અરજીને નકારતાં સ્પષ્ટતા કરી કે જો ૧૮ વર્ષનો કોઇ છોકરો આ અરજી સાથે આવે તો અમે આ અંગે વિચાર કરીશું.કોર્ટે ફક્ત અરજી જ ફગાવી નથી પરંતુ આ અરજી કરનાર વકીલ પર નારાજગી પણ વ્યક્ત કરી છે. તેના માટે કોર્ટે અરજદારને દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજદારને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે

Related posts

હવે રિવેન્જ પોર્ન ઉપર વધુ કઠોર સજા કરવા વિચારણા

aapnugujarat

ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૩.૨ સુધી નીચે જશે : આર્થિક સર્વેક્ષણ

aapnugujarat

પુલવામા હુમલોઃ એસબીઆઈએ શહીદ જવાનોની લોન માફ કરી, રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈ પરિવારોને આપશે ઘર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1