Aapnu Gujarat
ગુજરાત

મ્યુનિ. હેલ્થ વિભાગની સખ્ત કાર્યવાહી : મીઠા માવા, દહી સહિતના સેમ્પલ અપ્રમાણિત જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માસમાં લેવામાં આવેલા વિવિધ ચીજોના સેમ્પલો પૈકી મીઠા માવા,દહીં તેમજ વેજ મન્ચુરીઅનના સેમ્પલ અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.આ સાથે જ આ વર્ષમાં પાંચ માસમાં કુલ ૬૨ જેટલા સેમ્પલ અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વેચવામાં આવતી ચીજોના સેમ્પલ લઈ તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવતા હોય છે.આ માસમાં નરોડા ગામમાં આવેલા સ્વામી નારાયણ સ્વીટસ ખાતેથી મીઠા માવાનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ.જે તપાસ માટે મોકલવામાં આવતા અપ્રમાણિત જાહેર થવા પામ્યું છે.આ જ પ્રમાણે આરટીઓ પાસે આવેલા રીયલફુડ કોર્ટમાંથી ૪ મે ના રોજ વેજ મન્ચુરીયનનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ.જે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી સ્વાગત રેસ્ટોરન્ટ ખાતેથી ૯ મેના રોજ દહીંનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જે પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થવા પામ્યું છે.આ સાથે જ આ વર્ષની શરૂઆતથી ૨૨ મે સુધીમાં ૨૫ સેમ્પલ મિસબ્રાંડ,૨૯ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ,અને ૮ સેમ્પલ અનસેફ મળીને ૬૨ સેમ્પલ અપ્રમાણીત જાહેર થવા પામ્યા છે.આ સમય દરમ્યાન કુલ ૬૨૨૨ કીલો પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે.જયારે ૭૦૫ એકમોને નોટીસ આપવાની સાથે રૂપિયા ૧.૧૮ લાખ ઉપરાંતનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

Related posts

ટામેટાં, કંકોડાં, કારેલાં, પરવળના ભાવ રૂ.૧પ૦ સુધી પહોંચ્યા

aapnugujarat

प्रेमी युवक को सरेआम चौराहे पर बांध निर्वस्त्र कर पीटा, लोग देखते रहे तमाशा

aapnugujarat

किशोरी की अश्‍लील फोटो खींच पहले डाला धर्म-परिवर्तन का दबाव

editor

Leave a Comment

UA-96247877-1