Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ ઉત્તપ્રદેશમાં ૧૫ સપ્ટેમ્બરે યાદવ કાર્યકર્તાઓનું સંમેલન યોજશે

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના મૂળ મતદારોને આકર્ષવા ભાજપે ખાસ યોજના બનાવી છે. પછાત વર્ગોની તમામ જાતિયોના સંમેલન પછી ભાજપ ૧૫ સપ્ટેમ્બરે યાદવ કાર્યકર્તાઓનું ખાસ સંમેલન કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ આ કાર્યક્રમના અંતર્ગત યાદવ સમયુદાયના લોકોના દિલ જીતવા માગે છે અને સમાજવાદી પાર્ટીની મુખ્ય વોટબેંકમાં ભાગ પાડવાનો પ્રાયસ કરી રહ્યા છે.
ભાજપે યાદવોને પોતાની તરફ આકર્ષવા માટે તેમની પાર્ટીના હોદેદારો અને કાર્યકરોને ખાસ જવાબદારી આપી છે. બૂથ લેવલથી લઈને પ્રદેશના માળખા સુધી યાદવ જાતિના કાર્યકર્તાઓને લખનૌના સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
યાદવ સમુદાય પર સપાની મજબૂત પક્કડ છે અને તેના કારણે ભાજપને આ સમુદાયના ખૂબ ઓછા મત મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં ૮ ટકા યાદવ સમુદાવના મત છે અને ૨૦ ટકા મત પછાત વર્ગની જાતિઓના છે. ૨૦૧૪ની ચૂંટણી હોય કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો યાદવ મતદારોએ ખોબા ભરીને સમાજવાદી પાર્ટીને મત આપ્યા છે. ભાજપ હોય કે, બહુજન સમાજવાદી પાર્ટીને યાદવ જાતિના બહુ ઓછા મત મળે છે. જેને કારણે હવે ભાજપ સપાના મતદારોને તોડવા માટે ખાસ રણનીતિ બનાવીને આ સંમેલન યોજી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ અલગ થઈ ગયા છે. સપામાં સતત સાઈડલાઈન કરાતા શિવપાલે પોતાની જુદી પાર્ટીની સ્થાપના કરી છે. આગામી ચૂંટણીમાં તે પોતાની પાર્ટીના ૮૦ ઉમેદવારોને ઉતારવાના છે.

Related posts

ગોડાઉન ખાલી કરવા સરકાર દાળ વેચશે

aapnugujarat

નીતીશ વિકાસના કાર્યોની સમીક્ષા પર ધ્યાન આપશે

aapnugujarat

ब्रिटेन में मध्यावधि चुनाव का दांव टरीजा मे पर पडा भारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1