Aapnu Gujarat
ગુજરાત

મથુરામાં છઠ્ઠો મોહન રંગ મહોત્સવ યોજાયો

મથુરામાં મોહન અભિનય સાંસ્કૃતિક અભિયાન દ્વારા છઠ્ઠો મોહન રંગ મહોત્સવ યોજવામાં આવ્યો તેમાં ગુજરાત રાજ્ય માંથી પંચમહાલ જિલ્લાની હાલોલની યુવતી એ હાલોલ નગરનું નામ રોશન કર્યું છે હાલોલની નીલિમા આહિરવાલે છઠ્ઠો મોહન રંગ મહોત્સવ કે જે મથુરા ખાતે યોજાયો હતો. આ કાર્યકમ બે દિવસ મથુરા ખાતે યોજાયો હતો તેમાંભારત દેશના દરેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાથી ગુજરાત રાજ્યના પંચમહાલ કે જ્યાં યાત્રાધામ પાવાગઢ આવેલું છે તેની નજીક હાલોલ નગર આવેલું છે તે નગરની ડાન્સર તરીકે જાણીતી યુવતી નીલિમા આહિરવાલે મથુરા ખાતે રંગ મહોત્સવમાં બીજો ક્રમાંક મેળવી હાલોલનું નામ રોશન કર્યું છે
ભરતનાટ્યમમાં બીજો ક્રમાંક હાલોલની નીલિમા આહિરવાલે મેળવ્યો છે અને તેની સાથે વડોદરાની દિવ્યાની કુલકર્ણીએ ત્રીજો ક્રમાંક મેળવ્યો છે અને સૂચી ચોથાનીર કમિટી એવોર્ડ પ્રાપ્ત કર્યો અને મોર્ડન ડાંસમાં મયંક કુમારે બીજો ક્રમાંક મેળવ્યો છે. તેમજ હાલોલની નીલિમા આહિરવાલે આવા કેટલાય અલગ અલગ જગ્યાએ સાંસ્ક્રુતિક કાર્યકર્મોમાં ભાગ લઈ વિજેતા બનેલ છે..

 

Related posts

પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની મિલ્કતોની હવે હરાજી કરાશે

aapnugujarat

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૧મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

aapnugujarat

CM has already ordered all civic bodies to repair roads, including internal roads, right after monsoon ends : Gujarat HM Jadeja

editor

Leave a Comment

UA-96247877-1