Aapnu Gujarat
Uncategorized

પાક નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યો

ધ્રોલ તાલુકાના દેદકદડ ગામે પાક નિષ્ફળ જતાં વૃદ્ધ ખેડૂતે આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી છે. વરસાદ ન થતાં વાવેતર કર્યું છે પણ કોઇ વળતર મળશે નહીં તેની ચિંતામાં આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધ્રોલ પંથક સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર દેદકદડ ગામે રહેતા અને ખેતી કરતા દેવસિંહ ભગવતસિંહ જાડેજા(ઉ.વ.૬૪)નામના ખેડૂતે પોતાના ખેતરમાં ખરીફ વાવેતર કર્યું હતું. પરંતુ વાવેતર નિષ્ફળ જતાં લાગી આવતા દેવસિંહે ૨૦ જુલાઇના ગામમાં આવેલા પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના ભત્રીજા પ્રવીણસિંહ બચુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં પ્રવીણસિંહે જણાવ્યાનુસાર તેના કાકા દેવસિંહ બનાવના બે-ત્રણ દિવસ પહેલા પોતાના કુટુંબીજનો અને ગામમાં કહેતા હતા કે, ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ આવેલો ન હોય જેથી આ વર્ષે કોઇ વળતર મળશે નહીં. તેની ચિંતા કરતા હતાં અને ખેતરમાં પાક નિષ્ફળ જવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Related posts

સોમનાથ મંદિરનાં સ્થંભોને સુવર્ણથી જડવા દિલ્હીથી ૩૦ કિલો સોનું સોમનાથ પહોંચ્યું

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સીસીટીવી કેમેરા કરવામાં આવ્યા કાર્યરત

editor

मोदी ने धंधुका में रैली को संबोधित किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1