Aapnu Gujarat
ગુજરાત

રૂબેલા રસીથી બિમાર બાળકનું મોત

ભિલોડામાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીનુ મોત થયું છે. વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં ધોરણ ૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ૧૯ તારીખે ઓરી-રુબેલ રસી લેતા બીમાર થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વિદ્યાર્થીનુ ૪ દિવસની સારવાર બાદ મોત થતા પરિવાજનોએ રસીના કારણે મોત થવાના આક્ષેપ કર્યા છે. પરિવારજનોના આક્ષેપ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ રસીના કારણે મોત ન થયુ હોવાનુ નિવેદન આપ્યું છે.
મહત્વનું છે કે, રુબેલા રસીને કારણે રાજ્યમાં ૩ બાળકોના મોત થઇ ચૂક્યા છે. રસી પીધા બાદ બાળકોની તબિયત લથડી રહી છે. બાળકોના મોત બાદ પણ સરકાર કેમ છે મૌન? શું ખામીયુક્ત રસી પીવડાવાથી થઈ રહી છે અસર? શું સરકારે રસીના સેમ્પલની ચકાસણી કરી? સરકાર કેમ માસૂમોના મોતનો તમાશો જોઈ રહી છે? સરકારના મૌનથી લોકોમાં ડર નહી ફેલાય? આરોગ્યમંત્રી કેમ છે મૌન? અસરગ્રસ્ત બાળકોની સરકાર કેમ નથી લેતી દરકાર? ક્યાં છે સરકારના અધિકારીઓ? બાળકોના જીવની સરકારને નથી કોઈ કિંમત? આખરે ક્યારે જાગશે સરકાર?

Related posts

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો

aapnugujarat

वडोदरा में युवती पर एसिड अटैक

aapnugujarat

ઉભરાટ-મરોલી રોડ પર બાઇક ઝાડ સાથે ટકરાતા ત્રણ યુવાનના કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1