Aapnu Gujarat
મનોરંજન

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું ‘ટોકિંગ સ્ટેચ્યુ’ રખાશે

બોલિવૂડની ટોચની અભિનેત્રી અનુષ્કાની મેડમ ટુસોડ્‌ના હાઉસ ઑફ વેક્સમાં બોલતી પ્રતિમા મૂકા હોવાનું જાણવા મળ્યું હતું. આવું બહુમાન મેળવનારી એ પ્રથમ ભારતીય કલાકાર છે. મેડમ ટુસોડ્‌ના જગવિખ્યાત અને હવે તો ડઝનબંધ શાખા ધરાવતા હાઉસ ઑફ વેક્સમાં બહુ ઓછા લોકોની બોલતી પ્રતિમા સ્થાપવામાં આવી છે.
ટીવી સામ્રાજ્ઞાી ઓપ્રાહ વિનફ્રે, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લુઇસ હેમિલ્ટન જેવી થોડીક સેેલેબ્રિટિઝની પ્રતિમા મુલાકાતીઓ સાથે વાતચીત કરતી હોય એવી મૂુકાઇ છે. હવે એવા કલાકારોમાં અનુષ્કા શર્મા ઉમેરાઇ હતી. આમ તો હાઉસ ઑફ વેક્સમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પ્રતિમાઓ સ્થાપિત છે. પરંતુ મુલાકાતીઓ સાથે વાત કરી શકે એેવી ભારતીય કલાકારોની બોલતી પ્રતિમા અત્યાર સુધીમાં માત્ર અનુષ્કાની મૂકાઇ છે. સિંગાપોરમાં આવેલા હાઉસ ઑફ વેક્સમાં આ બોલતી પ્રતિમા સ્થાપવામાં આવી હતી.

Related posts

રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક : બિપાશા

aapnugujarat

दीपिका से साढ़े पांच घंटे पूछताछ, एक्ट्रेस ने कबूली ड्रग्स चैट की बात; सारा, श्रद्धा से सवाल-जवाब जारी

editor

अक्षय बॉलिवुड के फिट सितारों में से एक हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1