Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમ બાળકીઓના ખતના પ્રથા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ

દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયમાં સગીર બાળકીઓના જનનાંગની ખતના પ્રથા પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ખતનાને બાળકીઓના શરીરની સંપૂર્ણતાનું ઉલ્લંઘન થતું હોવાનું પણ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલને કહ્યુ છે કે આ પ્રથાથી માસૂમ બાળકીઓને અપુરણીય ક્ષતિ પહોંચે છે અને તેની ભરપાઈ થઈ શકતી નથી. સુપ્રીમ કોર્ટે આના પર રોક લગાવવાની વાત પણ કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ૨૭ આફ્રિકન દેશોમાં બાળકીઓના ખતનાની પ્રથા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની આ ખંડપીઠમાં સીજેઆઈ દીપક મિશ્રા સિવાય જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ પણ સામેલ છે. મુસ્લિમ પક્ષકારોના વકીલે આ મામલો બંધારણીય ખંડપીઠ પાસે મોકલવાની માગણી કરતા કહ્યુ હતુ કે આ એક ધર્મની જરૂરી પ્રથાનો મામલો છે. તેની સમીક્ષાની જરૂર છે. તેના પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સવાલ કર્યો હતો કે કોઈ અન્યના જનનાંગો પર કોઈ અન્યનું નિયંત્રણ કેમ હોવું જોઈએ?
સુનાવણી દરમિયાન વેણુગોપાલે કેન્દ્ર સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યુ હતુ કે આ પ્રથાથી બાળકીઓના ઘણાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આ સિવાય પણ ખતનાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પણ પડે છે. મુસ્લિમ પક્ષકારના વકીલનું કહેવું હતું કે ઈસ્લામમાં પુરુષોના ખતના તમામ દેશોમાં માન્ય છે અને તે સ્વીકાર્ય ધાર્મિક પ્રથા છે. તેની સાથે વકીલે આ મામલાના સ્થગનની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વકીલ સુનિતા તિવારીની જાહેરહિતની અરજીનો સ્વીકાર કરતા આના સંદર્ભે હવે ૧૬મી જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવાનું નિર્ધારીત કર્યું છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયમાં સગીર બાળકીઓના ખતનાની પ્રથાને પડકારનારી પીઆઈએલમાં કેરળ અને તેલંગાણાને પણ પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ રાજ્યો સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કેન્દ્રશાસિત દિલ્હી પહેલા જ પક્ષકાર છે.

Related posts

ગઠબંધનની સરકાર બની તો ૬ દિવસ અલગ-અલગ પીએમ અને રવિવારે રજા : અમિત શાહ

aapnugujarat

પર્થ ટેસ્ટ : ઇંગ્લેન્ડ ૪૦૩ રન રનમાં ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયાનાં ૩ વિકેટે ૨૦૩ : સ્મિથનાં ૯૨ રન

aapnugujarat

કોંગ્રેસ નેતા શકીલ અહમદને ફટકો, પાર્ટીએ દેખાડી દીધો બહારનો રસ્તો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1