Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુસ્લિમોએ અલગ દેશની માંગણી કરવાનો સમય આવી ગયો છે : શરિયા કોર્ટ ઉપાધ્યક્ષ

દેશના દરેક જિલ્લામાં મુસ્લિમો માટે અલાયદી શરિયા કોર્ટ શરુ કરવા માટેના ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નિર્ણયથી રાજકીય મોરચે ઘમાસાણ મચી ગયુ છે ત્યારે જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી ગ્રાન્ડ મુફ્તી નાસિર ઉલ ઈસ્લામે અત્યંત ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.
જમ્મુ કાશ્મીર શરિયા કોર્ટના ઉપયાધ્યક્ષ નાસિરનુ કહેવુ છે કે જો ભાજપને શરિયા કોર્ટથી સમસ્યા છે તો મુસ્લિમોને એકલા છોડી દેવા જોઈએ. ભારતમાં ૨૦ કરોડ મુસ્લિમ વસતી છે.
જેમને ધાર્મિક રીતિ રિવાજોનુ પાલન કરવાથી રોકી શકાય નહી. જો અમને ધાર્મિક આઝાદીથી રોકવામાં આવ્યા તો ભારતના મુસ્લિમોએ ૧૯૪૭ની જેમ દેશના ભાગલા માટે વિચારવુ પડશે. સમય આવી ગયો છે કે આપણે(મુસ્લિમો)અલગ રાષ્ટ્ર બનાવવા માટે વિચારીએ.
ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રવક્તા શરિયા કોર્ટનો વિરોધ કરીને કહ્યું હતું કે દેશમાં શરિયા કોર્ટનુ કોઈ સ્થાન નથી.આ દેશ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈન્ડિયા નથી. ૧૫ જુલાઈએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં શરિયા કોર્ટ સ્થાપવા અંગે નિર્ણય લેવાવાનો છે.

Related posts

પાક.માં દેશના હાઈકમિશનર બિસારિયાને પાછા બોલાવ્યા

aapnugujarat

पुलवामा पर पाक. पीएम की प्रतिक्रिया पर कोई भी आश्चर्य नहीं : विदेश मंत्रालय

aapnugujarat

‘ફીર એક બાર મોદી સરકાર’ના નારા સાથે ભાજપ મેદાનમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1