Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સાથે જેડીયુ ગઠબંધન રાખવા સંમત

બિહારમાં બેઠકોની વહેંચણીને લઇને ચાલી રહેલી ખેંચતાણનો આખરે અંત આવી ગયો છે. આજે નવી દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી હતી. જેમાં મોટાભાગે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, ૨૦૧૯માં ભાજપની સાથે ગઠબંધન જારી રહેશે. જેડીયુએ આ જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળોનો અંત આણી દીધો છે. મતભેદો હજુ અકબંધ રહ્યા છે પરંતુ બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. ૨૦૧૯માં યોજાનારી ચૂંટણીને લઇને બેઠકોની વહેંચણીને લઇને હજુ સમજૂતિ સાધી શકાય નથી. પાર્ટી નેતાઓનું કહેવું છે કે, ૨૦૦૯ની ફોર્મ્યુલા ઉપર કોઇપણ પ્રકારની સહમતિ સધાઇ તેવી શક્યતા ઓછી છે પરંતુ પાર્ટીને સન્માનજનક સીટો આપવામાં આવશે. બેઠકમાં એક દેશ એક ચૂંટણીના મુદ્દા ઉપર ભાજપનું જેડીયુ સમર્થન કરશે. જેડીયુએ નાગરિક સુધારા બિલના મુદ્દા ઉપર સંસદની અંદર ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય પણ કર્યો છે. જેડીયુ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશકુમાર વિશેષરીતે ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના નેતા અને મુખ્યમંત્રીને પાર્ટીના હિતમાં કોઇપણ મોટા નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી હતી. બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહ આગામી સપ્તાહમાં બિહાર પહોંચી રહ્યા છે. આ ગાળા દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરશે. તે ગાળા દરમિયાન તેઓ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પણ મળશે. બંને નેતાઓની બેઠકમાં સીટોની વહેંચણીને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી શકે છે. બિહારના નેતા અને કેન્દ્રીયમંત્રી ગિરીરાજ સિંહે પ્રતિક્રિયા આપી હતી.
ગિરીરાજસિંહે શનિવારના દિવસે જ બિહારમાં રમખાણના આરોપીઓની મુલાકાત દરમિયાન બિહાર સરકાર ઉપર હિન્દુ લોકોને દબાવવાના પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. જે રીતે ભાજપના નેતાઓને ફસાવવામાં આવ્યા છે તે કમનસીબ હોવાની વાત ગિરીરાજે કરી હતી. ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોને લઇને સહમતિ થઇ રહી છે ત્યારે તમામની નજર હવે લોકજનશક્તિ પાર્ટીના પગલા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને પોતે કહ્યું છે કે, સત્તારુઢ ગઠબંધન એક સાથે છે. તેમના પુત્ર ચિરાગ પાસવાને ભાજપ માટે ચિંતાનો સંકેત આપીને આરજેડી નેતા તેજસ્વી યાદવની સાથે મળીને કામ કરવાની શક્યતાને નકારી નથી. ચિરાગે તેજસ્વી સાથે જવાનો સંકેત આપતા કહ્યું હતું કે, રાજનીતિમાં તમામ બાબતો શક્ય રહેલી છે. ભવિષ્યમાં બંને નેતા સાતે મળીને કામ કરે તો કોઇ નવાઈ રહેશે નહીં. જો કે, રામવિલાસ પાસવાને આ પ્રકારની શક્યતાઓને ફગાવી દીધી છે. ગઠબંધન ઉપર સહમતિની વાત દેખાઈ રહી છે પરંતુ અન્ય મુદ્દાઓ ઉપર વિખવાદની સ્થિતિ છે. આજે બિહારમાંથી ભાજપના સાંસદ ગોપાલ નારાયણ સિંહે ગિરીરાજના નિવેદનને ટેકો આપ્યો હતો.

Related posts

૧ નોકરી ૧ હજાર બેરોજગાર, શું કર્યો દેશનો હાલ : રાહુલના મોદી પર પ્રહાર

editor

રેલવેની મુસાફરીમાં ચોરીનો ઉપદ્રવ વકર્યો

aapnugujarat

रामविलास पासवान के बाद अब बेटे चिराग ने भी किया CM नीतीश का समर्थन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1