Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કૈરાના ઇફેક્ટ : શેરડી ખેડૂત માટે ૮૦૦૦ કરોડ અપાશે

કૈરાના પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કેન્દ્ર સરકાર ઉત્તર ભારતની ખાંડ મિલોને લઇને સાવધાન થઇ ગઇ છે. ખાંડ સેક્ટરને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે ૮૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવાની તૈયારીમાં છે. ઉત્તર ભારતના આ ખાંડ પટ્ટાના મોટા સેન્ટરના ખેડૂતને રાહત પેકેજ આપવામાં આવશે. ખાંડ મિલોને ખેડૂતોના બાકી રકમ ચુકવી દેવા માટે આ રૂપિયા આપવામાં આવનાર છે. દેશભરના શેરડી ખેડૂતોના ૨૨૦૦૦ કરોડથી વધુની રકમ બાકી રહેલી છે. આમાથી અડધાથી વધુ રકમ યુપીના શેરડી ખેડૂતોની બાકી રહી છે. પેકેજમાં ૩૦ લાખ ટનના શેરડીના બફર સ્ટોક તરીકે રહેશે. આના માટે ખેડૂતોના ખાતામાં સીધીરીતે પૈસા જમા કરવામાં આવશે. આ સંદર્ભમાં થોડાક સમય પહેલા જ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બફર સ્ટોકને બનાવવા અને શેરડીના લઘુત્તમ મૂલ્ય નિર્ધારિત કરવા માટે આ પેકેજમાં પ્રસ્તાવ પણ છે. સરકારી સુત્રોના કહેવા મુજબ બફર સ્ટોક બનાવવા પર ૧૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ખાંડ મિલો આ સ્ટોક પોતાની પાસે રાખશે. સરકાર જાળવણીની સાથે સાથે બાકી ખર્ચ ઉપાડશે. આ પેકેજમાં એથનોલ કેપેસિટી વધારવા માટે ૪૪૦૦ કરોડ રૂપિયાથી વધુની યોજના છે. આ હેઠળ શેરડી ખેડૂતોને સમય પર બાકી રકમ ચુકવવામાં મદદ મળશે. સરકારે એવો નિર્ણય પણ કર્યો છે કે, ખાંડના લઘુત્તમ મૂલ્ય ૨૯ રૂપિયા પ્રતિકિલો કરી દેવામાં આવે. અલબત્ત ખાંડ મિલો આને ૩૪-૩૫ રૂપિયા રાખવાની તરફેણમાં છે. સુત્રોએ કહ્યું છે કે, ખાંડની કિંમતો નક્કી કરવાની સાથે સાથે એ બાબતની ખાતરી પણ કરવામાં આવશે કે ખાંડની કિંમતો સંપૂર્ણપણે કાબૂમાં રહે. સાથે સાથે વર્ષ ભર ખાંડનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે. પશ્ચિમી ઉત્તરપ્રદેશના કૈરાના અને નુરપુરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને વિપક્ષના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સમાજવાદી પાર્ટી અને આરએલડીના ઉમેદવારને અહીં જીત મળી હતી. શેરડીના ખેડૂતોની નારાજગીને લઇને ભાજપની હાર માટે મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે. આરએલડીના નેતા જયંત ચૌધરીએ આ જીત બાદ આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, કૈરાનામાં જીણા હારી ગયા છે અને શેરડીની જીત થઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહી ચુક્યા છે કે, તેઓએ અમિત શાહ સાથે વાતચીત કીર હતી. બંને વચ્ચે પેટાચૂંટણીમાં મળેલી હારના મુદ્દે વાતચીત થઇ છે. આગામી બે દિવસની અંદર મોદી કેબિનેટ શેરડી ખેડૂતો અને ખાંડ ઇન્ડસ્ટ્રી માટે પેકેજ પર મંજુરીની મહોર મારી શકે છે.

Related posts

ચૂંટણી પરિણામો ભાજપ તરફી રહેતાં આવતીકાલથી બજારમાં તેજીનાં એંધાણ

aapnugujarat

મણિપુર વાયરલ વીડિયો મામલે છઠ્ઠો નરાધમ ઝડપાયો

aapnugujarat

जम्मू-कश्मीर डीडीसी रिजल्ट : गुपकार 90 सीटों पर आगे, अन्य 84, भाजपा 65, कांग्रेस 29

editor

Leave a Comment

UA-96247877-1