Aapnu Gujarat
બ્લોગ

કાળઝાળ ગરમી હાર્ટ અટેક ખતરાને વધારી દે છે :રિપોર્ટ

માનવ શરીર સામાન્ય રીતે ૯૮.૬ ડિગ્રી ફારેનહાઇટ એટલે કે ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાનને જાળવી રાખે છે. તાપમાન થોડાક પણ પ્રમાણમાં વધી જવાની સ્થિતીમાં પરસેવો થાય છે. રક્તવાહિનીઓને ડાઇલેટ કરીને અથવા તો ફેલાવીને શરીર પોતાના ઠંડુ કરવાના પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે આવુ થઇ શકતુ નથી અને રક્ત વાહિનીના કદ મોટા થઇ જાય છે ત્યારે હાર્ટના ધબકારા વધી જાય છે. સાથે સાથે બ્લડપ્રેશર ઘટી જાય છે. આવી સ્થિતીમાં હાર્ટના દર્દીઓને મુશ્કેલીઓ થઇ શકે છે. નબળા હાર્ટવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પુરતા પ્રમાણમાં લોહીને પંપ કરવામાં અસમર્થ હોય છે. જેથી તે બ્લડપ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. આના પરિણામસ્વરૂપે તેમના શરીરના તાપમાન નુકસાનકારક સ્તર સુધી પહોંચી જાય છે. હાર્ટ રોગ સાથે સંબંધિત નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે વધતી જતી ગરમીના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ સાથે સંબંધિત બિમારી અને ખાસ કરીને હાર્ટ અટેકના મામલા વધી જાય છે. માનવામાં આવે છે કે ઠંડીના દિવસોમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. જેથી હાર્ટના દર્દીઓ માટે બિમારીનો ખતરો વધી જાય છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે જોરદાર ગરમી અને જોરદાર ઠંડીની સિઝનમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. જેથી હાર્ટના દર્દીઓને બંને સિઝનમાં સાવધાની રાખવાની જરૂર હોય છે. જ્યારે કેટલાક દિવસો સુધી જોરદાર તાપ હોય છે ત્યારે ખતરો વધારે રહે છે. આવી સ્થિતીમાં શરીરના મેટાબોલિજમને ૩૭ ડિગ્રી સેલ્સિયસના સામાન્ય સ્તર પર રાખવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે. જેના કારણે હાર્ટ પર દબાણ આવે છે. કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. જેની અવગણના ખતરનાક સાબિત થઇ શકે છે.

Related posts

વિપક્ષી એકતાનો ફૂગ્ગો, ટાંચણીથી દૂર રાખવો રહ્યો

aapnugujarat

ब्रिटेन का यूरोप से मुंह मोड़ना

editor

બોફોર્સનાં ડાઘ રાફેલથી ધોશે કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1