Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

કેનેડા : ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, ૨૦થી વધુ ઇજાગ્રસ્ત

કેનેડામાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ આમાં ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલ થયેલા લોકો પૈકી ત્રણ ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું છે કે, તેઓ બ્લાસ્ટને લઇને કેનેડામાં ભારતીય સત્તાવાળાઓના સંપર્કમાં છે. શક્તિશાળી બ્લાસ્ટ ઓન્ટારિયો પ્રાંતમાં થયો હતો. બોમ્બે ભેલ નામની રેસ્ટોરન્ટમાં આ બ્લાસ્ટ થયા બાદ અંધાધૂંધી ફેલાઈ હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, સીસીટીવી કેમેરાથી જાણવા મળે છે કે, બે પુરુષોની આમા સંડોવણી હોઈ શકે છે. આઈઇડીનો ઉપયોગ આમા કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટની અંદર આ ડિવાઇસ મુકાયો હતો. આ બ્લાસ્ટ ટોરંટો શહેરના ઉપનગરીય વિસ્તાર મિસીસોગામાં થયો હતો. બોમ્બે ભેલ રેસ્ટોરન્ટમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થયા બાદ વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. પીલ રિજનલ પેરામેડિક સર્વિસે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે ઘાયલ થયેલા લોકો પૈકી ત્રણ ગંભીર છે. ઘાયલ થયેલા લોકો પૈકી મોટા ભાગના ભારતીય હોવાની માહિતી મળી છે. સ્થાનિક મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લાસ્ટ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦.૩૦ વાગે થયો હતો. માનવામા ંઆવે છે કે આ આઇઇડી બ્લાસ્ટ હતો. સ્થાનિક પોલીસે આ બ્લાસ્ટ કેસના સંબંધમાં બે લોકોને પકડી લીધા છે. આ બ્લાસ્ટ એવા સમય પર થયા છે જ્યારે એક મહિના પહેલા જ ટોરંટોમાં એક ડ્રાઇવરે પોતાની ગાડીથી વેન ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. અન્ય ૧૫ લોકો ઘાયલ થયા હતા.
નવેસરના બ્લાસ્ટ બાદ સામાન્ય લોકો અને ખાસ કરીને ભારતીય લોકોની ચિંતા વધી ગઇ હતી. સીસીટીવીમાં જે બે શખ્સો દેખાયા છે તેમના તરત જ ફોટાઓ પણ જારી કરવામાં આવ્યા છે. રિઝનલ પોલીસ દ્વારા ટિ્‌વટર ઉપર તેમના ફોટાઓ જારી કરાયા છે. આ બંને શખ્સ રેસ્ટોરન્ટમાં અંદર પ્રવેશ કરતા નજરે પડે છે.

Related posts

મમતાના ગઢ બંગાળમાં ગાબડા પાડવા માટે અમિત શાહ સુસજ્જ

aapnugujarat

રજનીકાંતને મળ્યા કમલ હસન, તામિલનાડુનાં રાજકારણમાં ગરમાવો

aapnugujarat

સ્મિથ એન્ડ કંપનીના બોલ સાથે ચેડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1