Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કૈરાનામાં પેટાચૂંટણી પર ભાજપે નજર કેન્દ્રિત કરી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે હવે તમામ નજર કૈરાના પેટાચૂંટણી પર કેન્દ્રિત કરી દીધી છે. ૩૩ ટકા મુસ્લિમ, ૧૦ ટકા જાટ અને ૧૫ ટકા દલિત વોટર અહીં રહેલા છે. જેથી અહીં ભાજપની સ્થિતી પહેલાથી જ નબળી રહી છે. કૈરાનાની ચૂંટણી રાષ્ટ્રીય લોક દળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને અન્ય પાર્ટી માટે સરળ છે. જો કે અહીં ભાજપ માટે પહેલાથી જ જટિલ સમસ્યાઓ રહી છે. જો કે ભાજપે દાવો કર્યો છે કે તે ગોરખપુર અને ફુલપુરથી બોધપાઠ લઇને આગળ વધી રહી છે. આ વખતે તે ૨૮મી મેના દિવસે યોજાનાર ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેની ખાતરી કરવા માટે ઇચ્છુક છે. આગામી ચૂંટણીમાં જાટ મત પાસા બદલી શકે છે. પશ્ચિમી યુપીમાં જાટે૨૦૧૪ અને ૨૦૧૭માં ચૂંટણીમાં ભાજપનુ સમર્થન થયુ હતુ. જો કે આ વખતે શેરડીની ભારે રકમ બાકી છે. આરજેડીના અજિત સિંહ આ મુદ્દા પર ભાજપની સમસ્યા વધારી શકે છે. આને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારના દિવસે ક્ષેત્રમાં પ્રથમ રેલી કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે જો ખાંડ મિલો બાકી નાણાંની ચુકવણી કરી શકતી નથી તો રાજ્ય સરકાર બાકી નાણાંની ચુકવણી કરશે. બીજી બાજુ સપાનુ સમર્થન કરનાર આરએલડી ઉમેદવાર બેગમ તબસ્સુમ હસને કહ્યુ છે કે જાટ સમુદાયના લોકો ભાજપથી ભારે નાખુશ છે. તેમણે કહ્યુ હતુ કે આ વખતે મુસ્લિમ, જાટ અને દલિત સમુદાયના લોકો સાથે મળીને તેમને મત આપશે. અહીં કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી. આના કારણે પહેલા રમખાણોની કડવાટને ખતમ કરી દેશે. ભાજપના નેતાઓનુ કહેવુ છે કે પેટાચૂંટણીમાં હરિફ પાર્ટી વિભાજનની સ્થિતીમાં દેખાઇ રહી છે. ભાજપ ગ્રામ સ્વરાજ અભિયાનને લઇને આગળ વધી રહી છે. તેમનો હેતુ દલિત ગામોમાં કેન્દ્રિય યોજનાઓના લાભ પહોંચાડી દેવા માટેનો રહ્યો છે. યોગી આદિત્યનાથે આક્રમક ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ યોગીના જોરદાર પ્રચારના કારણે કર્ણાટકમાં ભાજપને ફાયદો થયો હતો અને પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. સપાના ઉમેદવારને લઇને આદિત્યનાથે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અખિલેશ યાદવની પાસે અહીં આવીને પ્રચાર કરવા માટે કોઇ હથિયાર નથી. કારણ કે મુઝફ્ફરનગર રમખાણોના કલંક તેમને લાગેલા છે. આવી સ્થિતિમાં આરએલડીના ખભા પર બંદૂક મુકીને ગોળીબાર કરી રહ્યા છે. રમખાણ ફેલાવનાર લોકોની લાલચમાં ન આવવા યોગી અપીલ કરી હતી. બીજી બાજુ ભાજપના અન્ય નેતાઓનું કહેવું છે કે, માયાવતીના એમ કહ્યા બાદ કે તેમની ટુકડી પેટાચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવનાર નથી. પાર્ટી પણ કૈરાનામાં સક્રિય દેખાઈ રહી નથી. ગ્રામસ્વરાજ અભિયાનને લઇને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીમાં હાર ખાધા બાદ ભાજપના કાર્યકરો વધુને વધુ મતદાન થાય તેની ખાતરી કરવા પ્રયાસ કરી રહ્યા છે. પછાત વર્ગો અને દલિત સમુદાયના લોકોમાં તેમના સમર્થકો મત આપે તેવી ઇચ્છા કાર્યકરો રાખી રહ્યા છે.

Related posts

બજેટ દ્વારા દેશમાં પહેલીવાર અનેક શ્રેષ્ઠ યોજનાઓ આવી : PM MODI

aapnugujarat

આર્મી ચીફે મેજર ગોગોઈના કર્યા વખાણ, પથ્થરબાજોથી બચવા માનવઢાલને ગણાવ્યો યોગ્ય નિર્ણય

aapnugujarat

સેન્સેક્સમાં ૭૬૦ પોઈન્ટનો કડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1