Aapnu Gujarat
રાષ્ટ્રીય

બજેટ દ્વારા દેશમાં પહેલીવાર અનેક શ્રેષ્ઠ યોજનાઓ આવી : PM MODI

નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજુ કરાયેલા બજેટ-૨૦૨૩ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. શિલ્પકારો, કારીગરો, બધા જ દેશ માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બજેટ દ્વારા દેશમાં પહેલીવાર અનેક શ્રેષ્ઠ યોજનાઓ આવી છે. આવા લોકો માટે ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટની યોજના બનાવાઈ છે. પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે વિકાસ આ વિશ્વકર્માઓ માટે મોટો બદલાવ લાવશે. તેમણે વધુમાં કહ્યું કે, ગામડાઓમાં રહેનારી મહિલાઓથી લઈને શહેરી મહિલાઓ માટે સરકારે ઘણા પગલાઓ ઉઠાવ્યા છે. આવા અનેક પગલાઓને સંપૂર્ણ તાકાત સાથે આગળ વધારવામાં આવશે. ઉપરાંત મહિલાઓના સ્વ-સહાય જૂથે ભારતમાં મોટું સ્થાન મેળવી આગળ આવી રહી છે. આ જૂથોને વધુ મજબુત કરવા માટે બજેટમાં નવી પહેલ કરવામાં આવી છે. મહિલાઓ માટે એક વિશેષ બજેટ યોજના પણ શરૂ કરવામાં આવી રી છે. જનધન એકાઉન્ટ બાદ આ વિશેષ બચત યોજના મધ્યમ પરિવારની માતાઓને મોટો ફાયદો કરાવશે.
વડાપ્રધાને કહ્યું કે, ભારત સરકારે સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના બનાવી છે. સૌથી મોટી સ્ટોરેજ ક્ષમતા માટે. હવે આપણે કૃષિ ક્ષેત્રમાં ડિજીટલ પેમેન્ટને સફળતા બનવવાનું છે, જે માટે અમે આ બજેટમાં ડિજીટલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી યોજના લઈને આવ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, અમે મિલેટ્‌સ માટે પણ મોટી યોજના લઈને આવ્યા છીએ. જ્યારે આ ઘર-ઘર સુધી પહોંચી રહ્યું છે, વિશ્વભરમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. સૌથી વધુ ફાયદો ભારતના ખેડૂતોને થવાનો છે, તેથી આ માટે શ્રીઅન્નની મોટી યોજના લવાઈ છે. આ યોજનાથી ખેતી સાથે સંકળાયેલા આપણા આદિવાસી ભાઈ-બહેનોને ફાયદો તશે અને દેશને આ ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે.
તેમણે કહ્યું કે, બજેટમાં અમે ટેકનોલોજી અને ન્યૂ ઈકોનોમી પર ખુબ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ડિજિટલ ઈન્ડિયા આજે રેલ, મેટ્રો, જળમાર્ગો વગેરે જેવી જગ્યા પર છે. ૨૦૧૪ની સરખામણીએ આજના સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં યુવાનોને રોકગારી આપશે અને એક મોટા વર્ગ માટે લાભદાયી હશે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, અમૃત કાળનું આ પ્રથમ બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરવા માટે એક મજબૂત આધારનું નિર્ણાણ કરશે. આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે. આ બજેટ આજના સમયના મહત્વકાંક્ષી સમાજ, ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મધ્યમ વર્ગ તમામના સપનાઓને પૂરા કરશે.
વર્ષ ૨૦૧૪ની સરખામણીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ૪૦૦ ટકાની વૃદ્ધિ થઈ છે. આ વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ.૧૦ લાખ કરોડનું અભૂતપૂર્વ રોકાણ થશે, જે યુવાનોને રોજગાર અને એક મોટી વસ્તી માટે આવકની તક ઉભી કરશે.

Related posts

भाजपा समुदाय विशेष की हिंसा को बढ़ावा देने का येचुरी ने लगाया आरोप

aapnugujarat

પ્રધાનમંત્રીએ નમામી ગંગે કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરી

aapnugujarat

दिल्ली भाजपा अध्यक्ष मनोज तिवारी ने 5700 होमगार्ड भर्ती की घोषणा पर कसा तंज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1