Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુમારસ્વામી શપથવિધિ પૂર્વે મંદિરમાં દર્શન માટે પહોંચ્યા

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા આજે કર્ણાટકના નિયુક્ત મુખ્યમંત્રી એસડી કુમારસ્વામીએ જુદા જુદા મંદિરોમાં દર્શન કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. કોંગ્રેસ-જનતા દળ સેક્યુલર ગઠબંધન સરકારની સફળતા માટે મંદિરમાં પ્રાર્થના કરી હતી. કુમારસ્વામી ધર્મશાળા અને શ્રીરંગેરી ખાતે હિન્દુ મંદિરમાં પહોંચ્યા હતા. કુમારસ્વામી આવતીકાલે સાંજે ૪.૩૦ વાગે વિધાનસભા ભવનમાં શપથ લેનાર છે. રાજ્યપાલ વજુભાઈ વાળા તેમને હોદ્દા અને ગુપ્તતતાના શપથ લેવડાવશે. શપથવિધિનું આયોજન અગાઉ સોમવારે રાખવામાં આવ્યું હતું પરંતુ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિ હોવાના કારણે આ કાર્યક્રમને મોકુફ રાખવામાં આવ્યો હતો. દિલ્હીમાં એક દિવસ રોકાયા બાદ કુમારસ્વામી પરત ફર્યા છે. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાતચીત કર્યા બાદ કુમારસ્વામી કર્ણાટક પરત ફર્યા છે અને આજે જુદા જુદા મંદિરોમાં પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. કર્ણાટકમાં લાંબી કાયદાકીય લડત બાદ આખરે મુખ્યમંત્રી તરીકેની કુમારસ્વામી લેવા જઈ રહ્યા છે.
જેડીએસ અને કોંગ્રેસના નેતાઓમાં હાલમાં રાહત દેખાઈ રહી છે. આગામી દિવસોમાં સરકાર સામે અનેક પડકારો રહેશે. કારણ કે, બંને પાસે બહુમતિનો આંકડો બિલકુલ કિનારા ઉપર છે. આવી સ્થિતિમાં કોઇપણ ધારાસભ્યો લાલચમાં આવવાની સ્થિતિમાં સરકારનું પતન થઇ શકે છે.
બીજી બાજુ ભાજપે સરકાર માટેની આશા હજુ છોડી નથી. સરકાર બની ગયા બાદ પણ જોરદાર રાજકીય રમતનો દોર જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. કર્ણાટક ઉપર હજુ ઘણા સમય સુધી લોકોની નજર રહી શકે છે. કોર્પોરેટ જગતની નજર પણ કર્ણાટક ઉપર કેન્દ્રિત રહેશે. ઉથલપાથલનો દોર જારી રહેવાના એંધાણ જોરદારરીતે દેખાઈ રહ્યા છે.

Related posts

गांवों में हर घर तक पाइप लाइन से पानी पहुंचाएगी मोदी सरकार

aapnugujarat

J&K Govt ordered transfers and new postings in forest department

aapnugujarat

अमित शाह ने विपक्ष की खिंचाई की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1