Aapnu Gujarat
બિઝનેસ

વોટ્‌સએપમાં ગ્રુપ વિડિયો કોલ જેવા નવા ફીચરો હશે

અપેક્ષા મુજબ જ ફેસબુક એફ-૮ ડેવલપર્સ કોન્ફરન્સમાં દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઇટ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં ક્લિયર હિસ્ટ્રી અને ફેસબુક એપમાં ડેટિંગ પ્રોફાઇલ જેવા કેટલાક મોટા ફેસબુક ફીચર્સ ઉપરાંત સીઈઓ અને સહસ્થાપક માર્ક જકરબર્ગે વોટ્‌સએપ જેવા એપ માટે પણ કેટલાક નવા ફીચર લાવવાની જાહેરાત કરી છે. વોટ્‌સએપ ભારતમાં ઉપયોગ કરવામાં આવનાર સૌથી વધારે પસંદગીના મેસેજિંગ એપ તરીકે છે. જકરબર્ગે જાહેરાત કરી છે કે, વોટ્‌સએપમાં પણ હવે નવા ફીચર ઉમેરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે વોટ્‌સએપમાં ગ્રુપ વિડિયો કોલિંગ સપોર્ટ આપવામાં આવનાર છે. કંપનીએ મોડેથી એક બ્લોગ પોસ્ટ મારફતે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં જ સ્ટીકર્સ માટે પણ સપોર્ટ મળવાની જાહેરાત કરી છે. પોસ્ટના કહેવા મુજબ વોટ્‌સએપ પર વોઇસ અને વિડિયો કોલિંગ સૌથી વધારે લોકપ્રિય છે. આને લઇને અમે ઉત્સાહિત છે જેથી આવનાર કેટલાક મહિનામાં ગ્રુપ વિડિયો કોલિંગ ફીચર આવી જશે. વોટ્‌સએપ ઉપર ટૂંક સમયમાં જ સ્ટીકર્સ પણ ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ રહેશે. જકરબર્ગે કહ્યું છે કે, વોટ્‌સએપના સ્ટેટસ ફીચરને દુનિયાભરમાં આશરે ૪૫૦ મિલિયનથી વધારે લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, હાલમાં જ લોંચ કરવામાં આવેલા વોટ્‌સએપ બિઝનેસએપને દુનિયાભરમાં ૩૦ લાખ લોકો પહેલાથી જ ઉપયોગ કરી રહ્યા છે. વોટ્‌સએપની લોકપ્રિયતા સોશિયલ મિડિયામાં હાલ જોરદાર છે.

Related posts

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ભરવો પડશે ડબલ જીએસટી મામલે સરકારે કર્યો ખુલાસો

aapnugujarat

૧૦ કંપની પૈકીની ૬ની મૂડી એક લાખ કરોડ વધી ગઇ

aapnugujarat

एयर इंडिया का सावन स्पेशल ऑफर, टिकट ७०६ से शुरु

aapnugujarat

Leave a Comment

UA-96247877-1