Aapnu Gujarat
બ્લોગ

ભુતકાળમાં વિધાતા છઠ્ઠીના દિવશે બાળકનું ભાગ્ય લખતા અને આજે…?

હા આજે શુક્રાણું સ્રી બીજ ને મળે તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે આજના મા બાપ,

જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે.

ચાર પાંચ વર્ષનાં બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએ છે કે એક મલ્ટી ટેલેન્ટેડ મશીન.

છ વર્ષની છોકરી ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે લેલા મે લેલા એસી હું લેલા સાથે નાચે પણ છે,

હકીકતમાં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલી આવૃતીને ક્રીયેટીવીટીમાં ખપાવે છે.

મા બાપનું કામ તો શીક્ષણ અને સંસ્કાર આપવાનું છે, પછી કુદરતી ટેલેન્ટ તો આપોઆપ બહાર આવશે,

કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં નહોતું શીખવ્યું. રાજકપુરના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે નિષ્ફળ રહ્યા.
કેમ….?
એતો ઘર અને કુટુંબમાંજ પ્લેટફોર્મ લઇને જન્મયા હતા. એવું જ રાજેન્દ્ર કુમારના કુમાર ગૌરવનું થયું.

કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની કુદરતી ટેલેન્ટ ન હતી.

નરેન્દ્ર મોદી સાહેબ ના બા હીરાબા એ કાંઇ બાળ નરેન્દ્ર બોલતા થયા ત્યારથી જાહેરમાં સ્પિચ આપવાનું નહોતું શીખવ્યું કે નતો એ બાળકને વક્તૃત્વ સ્પર્ધા ના ક્લાસ કરાવ્યા. કુદરતી ટેલેન્ટ સમય આવ્યે બહાર આવેજ.

સામે પક્ષે પાંચ પેઢીથી ભાષણબાજી અને જાહેરજીવનના પ્લેટફોમ વાળા રાહુલ ગાંધી ભાષણમાં એટલા એગ્રેસીવ નથી લાગતા.

ધીરુભાઇ અંબાણી ના માતા બાળ ધીરુને ઉંઘાડવા હાલરડાંને બદલે કોઇ કંપનીના નફા નુકશાનના સ્ટેટમેન્ટ નહોતા સંભળાવતા કે વાર્તાની જગ્યાએ બેન્કની પાસબુક વાંચીનેં નહોતા સંભળાવતા.

આજે તો ચાર વર્ષની ચાર્મીને એશ્વર્યા બનાવી દેવી છે અને પાંચ વર્ષના પપ્પુને સલમાન.

બાળકના બાળપણની જીંદગીની ભ્રુણહત્યાની હોડ જામી છે. એ સફળજ છે, જરુરી નથી કે બધા સલમાન બને, શાહરૂખ કે હૃતિક કે તેન્ડુલકર બને.

પહેલાં એને પ્રાથમીક શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો, પછી કુમાર અવસ્થામાં એનામાં રહેલી શક્તિ આપોઆપ ખીલશે.

અને જો ટેલેન્ટ હશે તો નાનકડા વડનગર જેવા પછાત ગામમાંથી દોડીને એ દીલ્હીની ગાદીએ બેસશે.
એને નાનપણમાં સરપંચના રોલ કરાવી એનામાં રહેલા વડાપ્રધાનની ટેલેન્ટનું ગળું ન દબાવી દો.

જે પિંપળાને ફુટવું જ છે એતો આરસીસી નો સ્લેબ ફાડીને પણ ફુટશે.

આપણા બાળકોને સાચો પ્રેમ, સાચા સંસ્કાર, અને પ્રાથમિક શિક્ષણ આપો, વખત આવ્યે ઇ આપોઆપ ખીલશે.

Related posts

EVENING TWEET

aapnugujarat

તેજીથી ઓગળી રહ્યો છે હિમાલયનો ગ્લેશિયર

editor

कहीं लातें चले- कहीं बल्ले. भाजपा तेरे विधायको के तो बस बल्लै बल्लै…!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1