Aapnu Gujarat
ગુજરાત

થલેતજમાં પાંચ વર્ષની બાળકી સાથે સગીર દ્વારા જાતીય છેડતી

શહેરના થલતેજ વિસ્તારમાં ભાઇકાકાનગર ખાતે રહેતા અને ત્યાંના જ એક શોપીંગ સેન્ટરમાં એરકન્ડીશનની દુકાન ધરાવતાં વેપારીની પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય છેડછાડ કરનાર પાડોશી સગીર વિરૂધ્ધ વેપારી પિતાએ સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વેપારી પિતા દ્વારા આરોપી પાડોશી સગીર હર્ષ ચંદનભાઇ ગોસ્વામી વિરૂધ્ધ નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, ફરિયાદી વેપારી થલેતજમાં ભાઇકાકાનગર વિશ્વભારતી સ્કૂલની બાજુમાં આવેલ કંદર્ભ એવન્યુ ફલેટના શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર-૨ અને ૬માં કુલેસ્ટ એરકન્ડીશન સોલ્યુશન્સ નામની દુકાન ધરાવે છે. વેપારીની પત્ની તેમની બાજુની દુકાનમાં આવેલા બ્રાઇટ બ્યુટીપાર્લરમાં બ્યુટીપાર્લરનું કામ શીખવા જતી હતી. ત્રણેક દિવસ પહેલાં તેમની પત્ની બ્યુટીપાર્લરનું કામ શીખવા ગઇ ત્યારે તેમની પાંચ વર્ષની બાળકીને લઇને ગઇ હતી. બાળકી તેમની દુકાન નં-૨માં જઇને બેઠી હતી ત્યારે દુકાનની ઉપર આવેલ ફલેટમાં રહેતો પાડોશી સગીર હર્ષ ચંદનભાઇ ગોસ્વામીએ તેની પાસે આવી બાળકીની ચડ્ડી કાઢી નાંખી તેના ગુપ્તાંગ પર હાથ ફેરવી જાતીય સતામણી કરી હતી. આ બનાવ અંગે બાદમાં બાળકીએ તેની માતાને વાત કરતાં તેમણે વેપારી પિતાને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. વેપારી પિતાએ આરોપીના પરિવારજનોને આ મામલાની જાણ કરવા છતાં કોઇ સંતોષકારક જવાબ નહી મળતાં વેપારી પિતાએ આખરે સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં આરોપી સગીર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

રખિયાલ, બોપલ, પીરાણા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો

aapnugujarat

નરોડા ગામ કેસમાં સાક્ષીઓની તપાસ પૂર્ણ થઇ : સ્પે. જજને બનાવના સ્થળનું નિરીક્ષણ કરવા માટે અરજી

aapnugujarat

અદાણી એરપોર્ટ પર ૧ એપ્રિલથી પાર્કિંગનો સમય ઓછો અને ચાર્જ વધુ

editor

Leave a Comment

UA-96247877-1