Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉન્નાવ ગેંગરેપ : સેંગરના ગુંડાઓની લોકોને ધમકી

ઉન્નાવ ગેંગરેપ કેસમાં હવે બે લોકોના લાપત્તા હોવાના દાવા થઇ રહ્યા છે. ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર ગેંગરેપના આરોપ લગાવનાર પીડિતાના પરિવારના સભ્યોએ કહ્યું છે કે, ધારાસભ્યના ગુંડાઓ ગામમાં લોકોને ધાકધમકી આપી રહ્યા છે. પીડિતાના પરિવારના લોકોના કહેવા મુજબ ધારાસભ્યના ભાઈ અતુલસિંહ જેલમાંથી જ પોતાના લોકોને ગામવાળાઓને ધાકધમકી આપવા માટે આદેશો આપી રહ્યા છે. ગામ વાળાઓને કોઇપણ નિવેદન કરવાની સ્થિતિમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવા ધમકી આપવામાં આવી રહી છે. શનિવારના દિવસે કુલદીપસિંહ સેંગરના ગુંડાઓ બે ગાડીઓમાં ભરીને ગામમાં પહોંચ્યા હતા અને ગામવાળાઓને ધમકી આપવામાં આવી હતી. ઉન્નાવ ગેંગરેપ મામલામાં આરોપી ભાજપના ધારાસભ્ય સેંગરની પુછપરછ ચાલી રહી છે. સેંગર હાલમાં સાત દિવસના રિમાન્ડ ઉપર છે. સ્થાનિક અદાલતે સેંગરને ૨૮મી એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવાની સીબીઆઈની અરજીને પણ મંજુરી આપી દીધી હતી. સેંગરની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. યોગી આદિત્યનાથ સરકારને આ મામલામાં આક્ષેપબાજીનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

મહાકુંભમાં લોકોની ડૂબકીથી મહામારી ફેલાવાનો ખતરો તોળાયો

editor

एयर इंडिया का निजीकरण जरूरी : पुरी

aapnugujarat

गुजरात के द्वारका और दिल्ली के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1